મનોરંજન

બચ્ચન વહુની નાનપણની ખૂબસુરત અને ક્યુટ ફિલ્ટર તસવીરો, જે તમે ભાગ્યે જ જોઇ હશે

બચ્ચન વહુ એટલે કે એશ્વર્યા રાય બચ્ચની કેટલીક એવી તસવીરો સામે આવી રહી છે જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. આ ફોટોઝને જોઇ ફેન્સ પણ હક્કા બક્કા રહી ગયા છે. આ ફોટોઝને ખૂબ જ લાઇક્સ મળી રહી છે અને લોકો પણ આ ફોટોઝ પર તેમની ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નાની એશ્વર્યાની તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ તસવીરો ખૂબ જ સુંદર અને ક્યુટ છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ કે, ખૂબ જ સુંદર તો ત્યાંજ બીજા યુઝરે તેની પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, આ બધો જ કમાલ બેબી ફિલ્ટરનો છે.

તમને જણાવી દઇએ કે, વર્ષ 1973માં જન્મેલી એશ્વર્યા રાયને બાળપણથી જ મોડલિંગનો શોખ છે. તેણે તેના સ્કૂલ સમયથી જ મોડલિંગની શરૂઆત કરી હતી. તેની સૌથી પહેલી એડ ફિલ્મ 9માં ધોરણમાં આવી હતી. તેમે એક પેન્સિલ માટે જાહેરાત કરી હતા. વર્ષ 1991માં તેણે સુપરમોડલનો કોન્ટેસ્ટ જીત્યો હતો. જો કે, ફોર્ડ દ્વારા ઓર્ગનાઇઝ કરેલ આ કોન્ટેસ્ટમાં જીત્યા બાદ તેને અમેરિકન મેગેઝિન વોગમાં જગ્યા મળી હતી. તે બાદ તે 1993માં બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાન સાથે જોવા મળી હતી.

Image Source

તમને એ તો ખ્યાલ જ હશે કે એશ્વર્યાએ 1994માં મિસ વલર્ડનો ખિતાબ પોતાને નામ કર્યો હતો. ત્યાર બાદ તેને ફિલ્મોમાંથી ઓફર આવવાની પણ ચાલુ થઇ ગઇ. એશ્વર્યાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. વર્ષ 2007માં એશ્વર્યા અને અભિષેકે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઇએ કે તેમની એક દીકરી આરાધ્યા છે અને તે ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત સ્ટાર કિડ્સમાંની એક છે.

Image Source

એશ્વર્યા રાય આ દિવસોમાં પરિવાર સાથે સમય વિતાવી રહી છે. લોકડાઉન પછીથી તેને કયાંય પણ બહાર સ્પોટ કરવામાં આવી નથી.