50 વર્ષની થઇ ગઈ બોલીવુડની સુંદર હસીના ઐશ્વર્યા રાય, જન્મ દિવસ પર મા અને દીકરી સાથે કાપી કેક, આરાધ્યાએ પહેલીવાર મમ્મી માટે આપી સ્પીચ, જુઓ

આરાધ્યાએ મનાવ્યો ઐશ્વર્યા રાય બચ્ચનનો 50મોં જન્મ દિવસ, સ્પીચમાં મમ્મીને પૂછી લીધો આવો સવાલ

Aishwarya Rai Bachchan 50th Birthday : બોલીવુડના સિતારાઓ અવાર નવર કોઈને કોઈ કારણે ચર્ચામાં આવતા હોય છે. તેઓ તેમની ફિલ્મોને લઈને તો સતત ચર્ચામાં હોય છે, પરંતુ તેમના અંગત જીવનને લઈને પણ તે ચાહકો વચ્ચે છવાયેલા રહેતા હોય છે અને તેમાં પણ જો કોઈ કલાકારનો જન્મ દિવસ હોય તો ચાહકો પણ ખુબ જ ખુશ થઇ જતા હોય છે. ત્યારે ગતરોજ બોલીવુડની સુંદર હસીના અને બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ દિવસ હતો અને તે આ જન્મ દિવસની શાનદાર ઉજવણી પણ કરી.

ઐશ્વર્યાએ ઉજવ્યો 50મોં જન્મ દિવસ :

બોલીવુડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનો 50મો જન્મદિવસ ગતરોજ એટલે કે 1લી નવેમ્બરે ઉજવવામાં આવ્યો. આ દરમિયાન ઐશના જન્મદિવસની ઉજવણીની તસવીરો અને વીડિયો પણ ચર્ચાનો વિષય બન્યા છે. ઐશ્વર્યા રાયના જન્મદિવસના અવસર પર તેની દીકરી આરાધ્યા બચ્ચનનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં આરાધ્યા તેની માતા વિશે ખાસ વાત કરતી જોવા મળે છે. આ દરમિયાન તેણે પોતાની માતાને એક ખાસ સવાલ પણ પૂછ્યો છે.

દીકરી આરાધ્યાએ આપી સ્પીચ :

ઐશ્વર્યા રાય બચ્ચનના જન્મદિવસના અવસર પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચન તેની માતા ઐશ્વર્યાની પ્રશંસામાં બોલતા જોવા મળે છે. વીડિયોમાં આરાધ્યા કહી રહી છે – “તમે અદ્ભુત છો, તમે એવા છો જે હંમેશા તમારી આસપાસના લોકોની મદદ કરે છે અને તેમના માટે ઉભા રહે છે. તમે હંમેશા અમારા માટે તૈયાર છો. પરંતુ મારે તમારા માટે એક પ્રશ્ન છે, તમે આટલા અદ્ભુત કેવી રીતે છો?”

વાયરલ થયો વીડિયો :

દીકરીનો આ સવાલ સાંભળીને ઐશ્વર્યા રાય એકદમ ચોંકી ગઈ હતી. સ્થિતિ એ છે કે આરાધ્યા બચ્ચનનો આ વીડિયો હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આ વીડિયોને ખૂબ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ દરમિયાન ઐશ્વર્યાએ તેની પુત્રી સાથે પેપરાજીની સામે કેક કટિંગ કર્યું અને પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો.  આ ઉજવણી દરમિયાન ઐશ્વર્યા રાયની માતા વૃંદા રાય પણ દીકરી સાથે જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Niraj Patel