જીવનશૈલી મનોરંજન

21 કરોડનો ફ્લેટ અને દુબઈમાં 16 કરોડનો વિલા, આ 5 મોંઘી પ્રોપર્ટીની માલિક છે ઐશ્વર્યા રાય બચ્ચન

1-નવેમ્બર 1973 ના રોજ કર્ણાટકમાં જન્મેલી વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય 47 વર્ષની થઇ ચુકી છે. બે દિવસ પહેલા જ ઐશ્વર્યાએ પોતાના 47માં જન્મદિવસની ઉજવણી કરી હતી. ઐશ્વર્યા રાયે પોતાની કારકિર્દીમાં એકથી એક શાનદાર ફિલ્મમાં કામ કર્યું છે. આ ખાસ મૌકા પર આજે અમે તમને ઐશ્વર્યાની જીવનશૈલી અને અભિનેત્રી બનવા સુધીની સફર વિશે જણાવીશું.

Image Source

ઐશ્વર્યાએ વર્ષ 1994 માં મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો. વર્ષ 1997 માં ઐશે મણિ રત્નમ દ્વારા નિર્દેશિત તમિલ ફિલ્મ ‘લરુવાર’ દ્વારા ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી જો કે તેની પહેલી હિન્દી ફિલ્મ ઔર પ્યાર હો ગયા હતી, જેમાં તેની સાથે બૉબી દેઓલ પણ મુખ્ય કિરદારમાં હતા, આ ફિલ્મ સુપર ફ્લોપ સાબિત થઇ હતી.

Image Source

જેના પછી ઐશે 1998 માં તમિલ ફિલ્મ જીંસ માં કામ કર્યું હતું અને ફિલ્મ હિટ રહી હતી જેના પછી ઐશને બોલીવુડની અનેક ફિલ્મોના ઓફર્સ આવવા લાગ્યા અને પોતાની અલગ ઓળખ બનાવી લીધી. ઘણા અભિનેતાઓ સાથે રિલેશનમાં રહેનારી ઐશે વર્ષ 2007 માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2011 માં દીકરી આરાધ્યાનો જન્મ થયો હતો.

Image Source

ફિલ્મ ગુરુના પ્રમોશન વખતે અભિષેકે ઐશને પ્રપોઝ કર્યું હતું. ફિલ્મોમાં આવતા પહેલા ઐશ મોડેલિંગ પણ કરી ચુકી છે, શાળાના સમયથી જ ઐશને એડ ફિલ્મ માટેની ઑફર્સ આવવા લાગી હતી.

Image Source

ઐશે બોલીવુડની સાથે સાથે તમિલ, બાંગ્લા, તેલુગુ અને ઈંગ્લીશ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એક ફિલ્મ માટે માટે ઐશ 9 કરોડ ચાર્જ લે છે અને તે વર્ષની 15 કરોડ જેટલી કમાણી કરી લે છે. ઐશને મોંઘી મોંઘી વસ્તુઓનો ખુબ જ શોખ છે અને આજે તે પાંચ લગ્ઝરીયસ વસ્તુની માલિક છે.

Image Source

1. મુંબઈ એપાર્ટમેન્ટ-21 કરોડ:
ઐશના મુંબઈના બાંદ્રા વિસ્તારમાં લગ્ઝરીયસ એપાર્ટમેન્ટ પણ છે જેની કિંમત 21 કરોડ જણાવવામાં આવી છે. આ ફ્લેટ સ્કાયલાર્ક ટાવરના 37 માં માળ પર છે. જો કે આ ફ્લેટમાં તે ક્યારેક જ રહેવા માટે આવે છે.

Image Source

2. દુબઇ વીલા-16 કરોડ:
મળેલી જાણકારીના આધારે ઐશનો દુબઈના સૈકચ્યુરી ફૉલ્સ વિસ્તારમાં એક આલીશાન વિલા છે. હાર્ટ ઓફ દ સીટીમાં સ્થિત આ વિલાની કિંમત 16 કરોડ રૂપિયા છે.

Image Source

3. મર્સીડીઝ-2.35 કરોડ અને ઓડી 8L-1.3 કરોડ:
ઐશની પ્રિય ગાડીઓમાં શામિલ 2.35 કરોડની મર્સીડીઝ બેન્ઝ અને 1.3 કરોડની ઓડી પણ છે.

Image Source

4. લગ્ઝરી કાર-3.65 કરોડ:
ઐશને ગાડીઓનો પણ ખુબ જ શોખ છે. તેની પાસે અનેક લગ્ઝરી ગાડીઓ છે પણ ઐશની સૌથી પ્રિય ગાડી ‘Bentley CGT  છે જેની કિંમત 3.65 કરોડ છે.

Image Source

5. સગાઈની વીંટી-50 લાખ અને લગ્નની સાડી-75 લાખ:
લગ્નને ભવ્ય બનાવવા માટે સસરા અમિતાભજીએ કોઈ ખામી રાખી ન હતી. લગ્નમાં ઐશે 75 લાખની સોના જડિત સાડી અને 53 કેરેટની ડાયમંડ રિંગ પહેરી હતી, આ વીંટી અભિષકે ઐશને સગાઈમાં પહેરાવી હતી જેની કિંમત 50 લાખ જણાવવામાં આવી છે.