મનોરંજન

અત્યાર સુધી રિલીઝ નથી થઈ ઐશ્વર્યા રાયની આ ફિલ્મ, 23 વર્ષ પછી ખુબ જ જોવાઈ રહ્યો છે વિડીયો

બોલીવુડની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનો હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં ઐશ્વર્યા સરસ મઝાનો લહેંગો પહેરી ડાન્સનો અભ્યાસ કરતી જોવા મળે છે. ઐશ્વર્યાના આ સ્ટેપને કેમરા પણ કેદ કરી રહ્યા છે. આ વિડીયો 23 વર્ષ જૂનો હોવાનું કહેવામાં આવે છે. હવે તમે એમ વિચારી રહ્યા હશો કે આ વિડીયો હાલમાં કેમ વાયરલ થઇ રહ્યો છે. તેની પાછળનું કારણ આ ફિલ્મ રિલીઝ ના થવાનું છે.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ઐશ્વર્યા રાયનો આ ડાન્સ પડદાની પાછળનું એક સીન છે. આ વિડીયો ફિલ્મ “રાધેશ્યામ સીતારામ”નો છે, આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં તેનું ગીત પણ સાંભળવા મળે છે અને ઐશ્વર્યા ડાન્સ કરી રહી છે. આ વિડીયોમાં ઐશ્વર્યાએ પર્પલ રંગનો લહેંગો પહેર્યો છે અને ભારે ઘરેણાં પણ પહેરેલા જોવા મળે છે. આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by 👸🏻 Queens Of Bollywood 👸🏻 (@queensbolly) on

સસ વિડીયો 1997ની એક ફિલ્મનો છે. કેટલાક કારણોના લીધે આ ફિલ્મ રીલીઝ થઇ શકી નહોતી, આ ફિલ્મમાં ઐશ્વર્યની સાથે સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ પણ હતા. પરંતુ આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ શક્યું નહોતું, પરંતુ આ ફિલ્મનો આ વિડીયો ખુબ જ જોવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ઐશ્વર્યા રાયની સુનિલ શેટ્ટી સાથેની આ પહેલી ફિલ્મ છે. જો કે ત્યાર બાદ ઐશ્વર્યાએ સુનિલ સાથે બીજી બે ફિલ્મો કરી છે જેમાં 2004માં “ક્યુ” આવી હતી અને 2006માં “ઉમરાવ જાન” આવી હતી. આ પહેલા પણ ઐશ્વર્યા રાયની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી, જેને ફેશન ડિઝાઈનર રેબેલોએ શેર અર્પણ કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.