દિલધડક સ્ટોરી નારી વિશે

મોટર સ્પોર્ટ્સમાં ભારતની ઐશ્વર્યાએ રચ્યો ઇતિહાસ, વર્લ્ડકપ જીતનારી બની પહેલી મહિલા: રસપ્રદ સ્ટોરી

આજે મહિલાઓ બધા જ ક્ષેત્રમાં પુરુષ સમોવડી છે. કહેવામાં આવે છે કે, બાઈકર્સ ફક્ત પુરુષો જ હોય છે પરંતુ મહિલાઓ પણ બાઈકર્સ બની શકે છે. મોટર સ્પોર્ટ્સની દુનિયામાં ભારતની દીકરીને નામ રોશન કરી દુનિયામાં ડંકો વગાડયો છે.

મોટર સ્પોર્ટ્સની દુનિયામાં ભારતના બેંગ્લોરની 23 વર્ષની ઐશ્વર્યા પિસ્સીએ દેશનું નામ રોશન કર્યું છે. બેંગ્લોરની ઐશ્વર્યાએ મહિલા વર્ગમાં એફઆઇએમમાં વર્લ્ડકપ તેના નામે કરી લીધો છે.આ વર્લ્ડકપ જીતવાની સાથે ઐશ્વર્યા પહેલી ભારતીય રેસર બની ગઈ છે. ઐશ્વર્યાએ ઓગસ્ટ મહિનામાં યોજાયેલી હંગેરીમાં ચેમ્પિયનશિપના ફાઇનલ રાઉન્ડમાં ઐતિહાસિક સફળતા હાંસિલ કરી હતી. ઐશ્વર્યાએ જુનિયર વર્ગમાં પણ બીજા સ્થાને રહી હતી. આ ઇવેન્ટ ઇન્ટરનેશનલ મોટર સાઈકલિંગ ફેડરેશન દ્વારા આયોજિત કરવામાં આવી હતી.

ઐશ્વર્યાએ દુબઈમાં યોજાયેલી પહેલા રાઉન્ડમાં જીત હાંસિલ કરી હતી. પોર્ટુગલમાં રમાયેલી આગળના રાઉન્ડમાં ઐશ્વર્યા ત્રીજા સ્થાન પર રહી હતી. જયારે સ્પેનમાં યોજાયેલા રાઉન્ડમાં પાંચમા ક્રમે અને હંગેરીમાં યોજાયેલી આ ઇવેન્ટમાં ચોથા સ્થાન પર રહી હતી. ત્યાં તે 65 અંક સાથે પ્રથમ રહી હતી.

તેની આ જવલંત સફળતા પાછળ ઐશ્વર્યાએ કહ્યું હતું કે, ‘તેની જિંદગીનો સૌથી મુશ્કેલ સમય હતો, પરંતુ મને મારા પર વિશ્વાસ હતો અને છ મહિના પછી બાઈક પર પાછા ફરવાને લઈને પ્રતિબદ્ધ હતી. વર્લ્ડકપ જીતવો મારી માટે મોટી વાત હતી. અહીં મને જે અનુભવ મળ્યો છે તેના પરથી હું મારા પ્રદર્શનને વધુ સારું કરવાની કોશિશ કરીશ.’

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.