મનોરંજન

બચ્ચન પરિવારની પુત્રવધૂ બનતા પહેલા આવી દેખાતી હતી ઐશ્વર્યા રાય, જુઓ અભિનેત્રીની સુંદર તસ્વીરો

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. તેને જાતે જ બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને પોતાની ઓળખ બનાવી. એશે 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો, જ્યારે તે માત્ર 21 વર્ષની હતી. ત્રણ વર્ષ પછી 1997માં તેને એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો.

તમિલ ફિલ્મથી શરૂઆત:

એશે 1997માં મણિરત્નમની તમિલ ફિલ્મ ‘ઈરુવર’થી અભિનયની શરૂઆત કરી હતી. આ વર્ષના અંતે તેને બોબી દેઓલની સાથે ફિલ્મ ‘ઓર પ્યાર હો ગયા’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જોકે આ બંને ફિલ્મો ફ્લોપ સાબિત થઈ હતી, પરંતુ ઐશ્વર્યાએ શ્રેષ્ઠ ફિમેલ ડેબ્યૂનો સ્ક્રીન એવોર્ડ જીત્યો હતો.

આ ફિલ્મોમાં કામ કરીને બનાવી ઓળખ:

આ પછી, વર્ષ 1999 માં તે ઋષિ કપૂર દ્વારા ડાયરેક્ટ ફિલ્મ ‘આ અબ લૌટ ચલે’માં જોવા મળી હતી. જણાવી દઈએ કે આ એકમાત્ર ફિલ્મ છે જેને ઋષિ કપૂરે ડાયરેક્ટ કરી હતી. આ પછી એશ ક્યાંય ઉભી ન રહી અને

તેને ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘તાલ’, ‘જોશ’, ઢાઈ અક્ષર પ્રેમ કે’,’મોહબ્બતે’, ‘હમારા દિલ આપકે પાસ હૈ’, ‘દેવદાસ’, ‘જોધા અકબર’, ‘ધૂમ 2’, ‘ફન્ની ખાન’, ‘ગુરુ’, ‘ઉમરાવ જાન’, ‘ગુઝારિશ’ અને ‘એ દિલ હૈ મુશકિલ’ જેવી ઘણી બધી ફિલ્મ્સ જોવા મળી હતી.

પદ્મ શ્રીથી નવાજવામાં આવી છે એશ્વર્યાને:

ઐશ્વર્યા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત એક્ટ્રેસ પૈકી એક છે. તેને અનેક એવોર્ડ જીત્યા છે. 2009 માં ઐશ્વર્યાને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવી હતી. વર્ષ 2012માં પણ તેમને ફ્રેન્ચ સરકાર દ્વારા ‘ઓર્ડર ડેસ આર્ટસ એટ ડેસ લેટ્રેસ’થી નવાજવામાં આવી હતી. આ ઉપરાંત વિશ્વની સૌથી સુંદર મહિલાઓની સૂચિમાં પણ તેનો સમાવેશ થાય છે.

વર્ષ 2007 માં લગ્ન કર્યા:

ઐશ્વર્યા વર્ષ 2007માં બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 20 એપ્રિલ 2007ના રોજ હિન્દુ રિવાજો સાથે લગ્ન જીવનમાં બંધાયા હતા. તેમના લગ્નના લગભગ સાડા ચાર વર્ષ પછી તેમની પુત્રી આરાધ્યા બચ્ચનનો જન્મ થયો હતો.