મનોરંજન

45 વર્ષીય ઐશ્વર્યાએ 22 વર્ષની સુંદરી જેવી લાગી, જુઓ પેરિસ ફેશન વીકના 10 PHOTOS

બોલિવુડ સ્ટાર અને પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન હવે બોલિવુડ પડદા પર એક્ટિવ નથી. પરંતુ આજે પણ તેની બ્યૂટી આજે પણ લોકોને દિવાના કરે તેવી છે.

પેરિસ ફેશન વિક (Paris Fashion Week 2019)માં ઐશ્વર્યાને લઈને જે ચર્ચા ચાલી છે તેનો સબૂત આ તસવીરો છે. હાલમાં જ ઐશ્વર્યા રાય બચ્ચનનું આ ફોટોશૂટ ઇન્ટરનેટ પર જોરદાર વાઈરલ થયું છે. હવે તેમની પેરિસ ફેશન વિકવાળી તસવીરો ઈન્સ્ટાગ્રામ,ફેસબુક અને ટ્વિટર સુધી છવાઈ છે. શનિવારે ઐશ્વર્યાએ પેરિસ પેશન વિકમાં હાજરી આપી હતી.

આ બધી જ તસવીરોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ઐશ્વર્યાએ હુસ્નના જાદુથી બધાને દિવાના બનાવ્યા છે. અહીં ઐશ્વર્યાએ પર્પલ કલરની ફ્લોરલ ડ્રેસ પહેરી છે. આ સાથે જ તે ફરવાળા શૂઝ સાથે પણ નજર આવી રહી છે.

અહીં ઐશ્વર્યાએ કેટવોક કર્યું, તો સાથે જ અનેક અંદાજમાં પોઝ પણ આપ્યા છે. ક્યાંક તે હાથ હલાવતી, તો ક્યાંક FLY કિસ કરતી નજરે આવી રહી છે. આ બધી તસવીરોએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો છે.

ઐશ્વર્યા રાય પેરિસ ફેશન વીકમાં ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં છવાઈ ગઈ હતી. તેણે લાલ લિપસ્ટિક તથા પર્પલ સ્મોકી આઈ મેકઅપ કર્યો હતો. રેમ્પ વોક દરમિયાન ઐશ્વર્યાની આગવ છટા જોવા મળી હતી.

આ ભવ્ય કાર્યક્રમમાં ઐશ્વર્યા રાયે ફરી એકવાર પોતાની સુંદરતા અને અંદાજથી તમામને દીવાના બનાવ્યા. એશે ફર સુઝી પણ સાથે કેરી કર્યા હતા. આ દરમિયાન ઐશ્વર્યાએ હેર બોન બનાવ્યો હતો.

તમને માનવામાં નહિ આવે કે એશ્વર્યાંની ઉમર 45 વર્ષ છે અને જ્યારે રેમ્પ પર પહોંચી ત્યારે તે ખુશખુશાલ જોવા મળી હતી. તેણે પોતાનો સિગ્નેચર પોઝ પણ આપ્યો. ઐશ્વર્યા ઘણીવાર આ અદા સાથે રેમ્પ પર જોવા મળે છે. સોલો રેમ્પ વૉક પછી તે બીજા મૉડેલો સાથે રેમ્પ પર દેખાઇ હતી.

પેરિસમાં ઐશ્વર્યાની સાથે ડોટર આરાધ્યા પણ જોવા મળી હતી. સ્માર્ટ મમ્મીની જેમ જ આરાધ્યાએ ફ્લોરલ પ્રિન્ટનું ફ્રોક પહેર્યું હતું. તમને જણાવી દઈએ કે એશ્વર્યા કોસ્મેટિક્સ ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની લોરિયલની બ્રાન્ડ એમ્બેસેડર છે
ઐશ્વર્યાની નેક્સટ ફિલ્મ વિશે વાત કરવામાં આવે તો તે ડિરેક્ટર મણિરત્નમ સાથે કામ કરતી જોવા મળશે. આ ફિલ્મનું નામ પોન્નીયિન સેલ્વાન છે. ઐશ્વર્યાની છેલ્લી બૉલીવુડ ફિલ્મ 2018માં રિલીઝ થઇ હતી જેનું નામ ‘ફન્ની ખાન’ હતું. આ ફિલ્મમાં ઐશ્વર્યાની સાથે અનિલ કપૂર અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં હતા,

જોકે આ ફિલ્મ બોક્સ ઑફિસ પર કઈ જાજુ ઉખાડી લીધું ન હતું