હાલમાં જ બોલિવૂડની અભિનેત્રી એશ્વર્યા પોતાના નવા ફોટોશૂટને લઈને ચર્ચામાં છવાયેલી છે. એશ્વર્યાએ ઘણા સમય પછી ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ ખુબ જ વાયરલ થયું હતું. તેમના આ ફોટોસે ખુબ જ વાહવાહી લૂંટી હતી. લોકોને તે ખુબ જ પસંદ આવ્યા હતા. આ ફોટો વાયરલ થતાની સાથે લોકોએ તેના પર કોમેન્ટ અને લાઇકની લાઈન લગાવી હતી. પરંતુ હવે તેમને આ જ ફોટોસના કારણે તેઓ તકલીફમાં પડી ગયા છે. તેમને પર ચોરીનો આરોપ લાગ્યો છે.
તમને જણાવીએ કે એશ્વર્યા રાયએ આ ફોટોશૂટ પીકોક મેગેઝીન માટે કર્યું હતું. એક ફોટામાં તેમને લાલ રંગનું ગાઉન પહેર્યું હતું અને તે સીડી પર ઉભી રહીને પોઝ આપે છે. આ ફોટામાં એશ્વર્યા ખુબ જ સુંદર લાગી રહી છે. પરંતુ આ ફોટાથી તેઓ તકલીફમાં પડી ગયા છે. આ ફોટાને લઈને તેમની પર પોઝ કોપી કરવાનો આરોપ લાગ્યો છે.
એશ્વર્યાનો આ પોઝ હારપર બાજારની મેગેઝીનમાં કેટ વિન્સલેટ સાથે મળતો આવે છે. આ બંને ફોટોસ સોશિયલ મીડિયા પણ વાયરલ થઇ રહી છે. જેમાં આ બંને એક જ પોઝ આપતા જોવા મળે છે. “dietsabya” નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ ફોટો શેર થયો હતો. તમે પણ આ ફોટો જોશો તો તમને પણ એવું જ લાગશે કે આ બંને અભિનેત્રી એક જ પોઝ આપી રહી છે.
આ સિવાય તેના બીજા કેટલાક ફોટોસ પણ સામે આવ્યા હતા. આ ફોટામાં તેમને લાઈટ બ્રાઉન રંગના કપડાં પહેર્યા છે જેમાં તેમને ઓઢણી પણ પહેરી છે સાથે તેમને લાઈટ મેકઅપ કર્યો હતો આ ફોટામાં તેઓ ખુબ જ સુંદર લાગતા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks