ગુજરાતની લોકપ્રિય ગાયિકા અને ગરબા ક્વીન તરીકે જાણીતી ઐશ્વર્યા મજમુદારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને સુર્ખીઓમાં આવી ગઈ છે. તેને પોતાના ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે તેને તેના મનનો માણીગર મળી ગયો છે. આ માહિતી મળતા જ તેના પર હાલ અભિનંદનની વર્ષા થઇ રહી છે. તેના ચાહકો તેને અભિનંદન આપી રહયા છે અને આ પોસ્ટ પર અત્યાર સુધીમાં 1.8K લાઇક્સ અને 500થી વધુ કૉમેન્ટ્સ આવી ચુકી છે.
View this post on Instagram
When autumn 🍂 glints off your skin, you know you’re glowing. . #Turkey #Throwback
વાત એમ છે કે ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાહેરાત કરી છે કે તેને પોતાનો જીવનસાથી શોધી લીધો છે. ઐશ્વર્યાએ મુલ્કરાજ સાથેની તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના સંબંધની જાહેર કરી છે. જો કે હવે લોકોને એ વિશે જાણવામાં વધુ રસ છે કે ઐશ્વર્યાના મનનો માણીગર મુલ્કરાજ કોણ છે.
ઐશ્વર્યાએ ફેસબૂક પર તસ્વીર શેર કરીને લખ્યું હતું, ‘પ્રેમની શોધ એ શરૂઆત છે. સ્વીકૃતિની શોધ એ પ્રેમાળ છે. શાંતિની શોધ આશીર્વાદ છે અને તમને શોધીને મને તારામાં ઘર દેખાયું. હું ખૂબ જ ખુશ છું કે તમે મારા જીવનના ભાગ રૂપે મારી દુનિયામાં શેર કરું છું. આભાર, તું મારામાં શ્રેષ્ઠ લાવ્યો છે. મુલ્કરાજ, બધા સવાલોનો આ રહ્યો જવાબ.’
25 વર્ષીય ઐશ્વર્યા મજમુદારે જયારે તે 3 વર્ષની હતી ત્યારથી જ ગાવાનું શરુ કરી દીધું હતું અને 4 વર્ષની વયથી સંગીતની તાલીમ લેવાનું શરુ કર્યું હતું. આ પછી 7 વર્ષની વયે ટીવી રિયાલિટી શોમાં ભાગ લીધો. 10 વર્ષે સારેગામાપામાં ભાગ લીધો જેમાં તે ત્રીજા ક્રમે આવી અને આ પછી તે ઘર-ઘરમાં પ્રખ્યાત થઇ ગઈ. 14 વર્ષે છોટે ઉસ્તાદમાં ભાગ લીધો અને વિજેતા બની પછી જીવન બદલાઈ ગયું. તેને ભારતમાં અને વિદેશોમાં અનેક સોલો કોન્સર્ટ કર્યા છે.
તે ઘણા ગુજરાતી ફિલ્મો માટે અને બોલિવૂડની પણ કેટલીક ફિલ્મોના ગીતોમાં પોતાનો અવાજ ચુકી છે. આ સિવાય તેને સિંગલ સોન્ગ પણ હિટ થાય છે. ઐશ્વર્યાને ‘ગુજરાત ગૌરવંતા’ એવોર્ડ મળ્યો છે અને કેનેડામાં ‘ધ મોસ્ટ ડિઝર્વિંગ ડોટર્સ ઓફ ગુજરાત’નો એવોર્ડ પણ મળી ચુક્યો છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks