રાયના અફેર બૉલીવુડના સૌથી વધુ ચર્ચિત અફેર પૈકીનું એક અફેર છે. પરંતુ આ સંબંધ વધુ ટકી શક્યો ના હતો. વર્ષ 1999માં દિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા અને સલમાન ખાનની મુલાકાત થઇ હતી. શુટીંગ દરમિયાન જ બંનેને એક્બીજા સાથે પ્રેમ થઇ ગયો હતો.

પડદા પર ઐશ્વર્યા-સલમાનની કેમેસ્ટ્રી બહુજ સારી રહી હતી. પરંતુ જયારે લોકોને ખબર પડી કે રિયલ લાઈફમાં ઐશ્વર્યા અને સલમાન ખાન એકબીજાને ડેટ કરે છે તો બધાને ખુશીના માર્યા પાગલ થઇ ગયા હતા.

ઐશ્વર્યાને સલમાનની સાથે-સાથે તેની બંને બહેનો અલવીરા અને અર્પિતા સાથે પણ સારું બોન્ડિંગ હતું. ઐશ્વર્યાનું ફેમિલી હંમેશા આ સંબંધની નારાજ રહ્યું હતું. લગભગ 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 2002માં અચાનક જ ઐશ્વર્યા અને સલમાન ખાનનું બ્રેકઅપ થઇ ગયું હતું.

વર્ષ 2004 ઐશ્વર્યા રાયે એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં તેના અને સલમાન ખાનના સંબંધને લઈને ઘણા ખુલાસા કર્યા હતા. ઐશ્વર્યા રાયે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેની અને સલમાન ખાનનું બ્રેકઅપ થઇ ગયું છે.
2004 માં, જ્યારે ઐશ્વર્યા રાય તેની પહેલી હોલીવુડ મૂવી ‘બ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ’નું પ્રમોશન કરી રહી હતી ત્યારે અફવાઓ વહેતી થઈ હતી કે ઐશ્વર્યા જલ્દી સલમાન સાથે જોવા મળશે. જો કે જ્યારે ઐશ્વર્યાને આ સમાચારની ખબર પડી ત્યારે તે ખૂબ જ ગુસ્સામાં વાત કરી હતી.

આ સમાચારથી ગુસ્સે થયેલી ઐશ્વર્યાએ કહ્યું હતું કે, સલમાન સાથે કામ કરવાનો કોઈ સવાલ જ નથી. જ્યારે મેં સલમાન સાથેના મારા સંબંધોને સમાપ્ત કરવા માટે નિવેદન આપ્યું ત્યારે હું મારા પગમાં ફ્રેક્ચર હોવાને કારણે હોસ્પિટલમાં હતી.
ઐશ્વર્યાએ વધુમાં કહ્યું હતું કે, જ્યારે મેં હોસ્પિટલના પલંગ પરથી મારું નિવેદન લખ્યું ત્યારે મને શું કરવું છે તે અંગે વિચારવાનો પૂરતો સમય મળ્યો હતો. હું તે વ્યક્તિ નથી કે જે એકવાર નિર્ણય લે પછી તેને ઉથલાવી દે છે. મારા પાછા જવાનો કોઈ સવાલ જ નથી.

ઐશ્વર્યાએ આ ઇન્ટરવ્યૂમાં એ પણ ખુલાસો કર્યો હતો કે મને સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરવાની તક મળી છે. પરંતુ હવે હું કોઈ પણ ફિલ્મ માટે મારો નિર્ણય બદલી શકતી નથી.
સલમાન સાથેના બ્રેકઅપ પછી ઐશ્વર્યાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘સલમાને મને મારમારી હતી. તે ફોન પર પણ વિચિત્ર વર્તન કરતો હતો. તેણે વિચાર્યું કે મારે કોઈની સાથે અફેર છે. મારું નામ અભિષેક બચ્ચનથી લઈને શાહરુખ ખાન સુધી જોડવામાં આવી રહ્યું હતું. આની ઉપર તેણે ઘણી વાર મારા પર હાથ પણ ઉઠાવ્યા હતા.

સલમાન ખાનની નજદીકાઈથી ઐશ્વર્યાના પિતા કૃષ્ણરાજ અને માતા બિન્દ્રા રાયને તે બિલકુલ ગમ્યું નહીં. માતા-પિતા ઘણીવાર ઐશ્વર્યાએ સલમાનના ઘરે આવતા અટકાવતા હતા. ખાસ કરીને ઐશ્વર્યાના પિતા એશ અને સલમાન વચ્ચેના સંબંધોથી જરા પણ ખુશ નહોતા.

જણાવી દઈએ કે, ઐશ્વર્યાના પિતા જાણતા હતા કે ઐશ્વર્યાના પહેલા પણ સલમાનની ઘણી છોકરીઓ સાથે સંબંધ હતા. વિશ્વદીપ ઘોષે પોતાની પુસ્તક ‘હોલ ઓફ ફેમ: સલમાન ખાન’ માં લખ્યું હતું કે સલમાન માટે ઐશ્વર્યાના માતા-પિતાનું ઘર છોડીને લોખંડવાલાના ગોરખ હિલ ટાવરના એક અલગ એપાર્ટમેન્ટમાં રહેવા લાગી હતી.

સલમાન અને ઐશ્વર્યાની લવસ્ટોરી વિષે 27 સપ્ટેમ્બર 2002 ના રોજ એક અંગ્રેજી વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ કબૂલાત કરી હતી કે માર્ચ મહિનામાં તેનું અને સલમાનનું બ્રેકઅપ થયું હતું. પરંતુ ખુદ સલમાન પણ આ સ્વીકારવા તૈયાર નહોતો.

જ્યારે ઐશ્વર્યાનો એક ઇન્ટરવ્યુ વાયરલ થયો હતો, ત્યારે સલમાન તેને સહન કરી શક્યો ન હતો અને તેણે તેની ફિલ્મ ‘ચલતે ચલતે’ના સેટ પર ઘણો હંગામો સર્જ્યો હતો. ઐશ્વર્યાએ પછીથી આ ફિલ્મ છોડી હતી.