બોલીવુડની સુંદર અભિનેત્રીઓમાં જોઈ કોઈ પહેલું નામ લેવામાં આવે તો તે છે ઐશ્વર્યા રાયનું. આજે ભલે તેની ઓળખ બચ્ચન પરિવારની વહુ તરીકેની હોય પરંતુ અભિષેક સાથે લગ્ન થયા પહેલા જ ઐશ્વર્યાએ પોતાની સુંદરતા અને અભિનય ક્ષમતાથી પોતાનું નામ બોલીવુડમાં બનાવી લીધું હતું.

આઐશ્વર્યએ ઋત્વિક રોશન સાથે વર્ષ 2006માં એક ફિલ્મ કરી હતી ધૂમ-2, આ ફિલ્મ તો પડદા ઉપર સુપર હિટ રહી પરંતુ આ ફિલ્મનું એક દૃશ્ય ચર્ચાનો વિષય બન્યું હતું. આ સીન હતું રુસ્તવિક રોશન અને ઐશ્વર્યા વચ્ચે કરવામાં આવેલી કિસનું સીન,ઐશ્વર્યાએ આ પહેલા પણ ઘણી ફિલ્મોમાં કિસિંગ સીન આપ્યા હતા, પરંતુ આ સીન ખુબ જ ચર્ચામાં રહ્યું હતું, ઐશ્વર્યા પણ આ બાબત સમજી શકી નહોતી.

એવું કહેવામાં આવે છે કે ધૂમ-2માં ઐશ્વર્યા અને ઋત્વિક રોશન વચ્ચે થયેલા આ કિસિંગ સીન બાદ અભિષેકે ઋત્વિક સાથે વાત કરવાની પણ બંધ કરી દીધી હતી, કારણ કે બચ્ચન પરિવારે ઐશ્વર્યાને કિસિંગ સીન કરવાની છૂટ નહોતી આપી, મીડિયા રિપોર્ટ પ્રમાણે બચ્ચન પરિવારે પણ પૂરતો પ્રયત્ન કર્યો હતો કે ફિલ્મમાંથી આ સીન કાઢી નાખવામાં આવે પરંતુ એવું બની શક્યું નહીં.

આ બાબતે ઐશ્વર્યા રાયે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે: “મેને ધૂમમાં આવું એક વાર જ કયું અને એ પણ ત્યારે જયારે એ સીનની ત્યાં જરૂરિયાત હતી, તમે જાણીને હેરાન રહી જશો કે આ સીનને લઈને મને ઘણી નોટિસ પણ મળી, કાનૂની નોટિસ મળી.”

મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે તેને દેશભરમાંથી લોકોએ લખીને કહ્યું હતું કે તે આદર્શ છે અને તમે અમારી દીકરીઓ માટે એક ઉદાહરણ છો, તમે તમારા જીવનને બહુ સારી રીતે આગળ વધાર્યું છે. તો તમે પડદા ઉપર આવું કેવી રીતે કરી શકો છો? તેના જવાબમાં ઐશ્વર્યાએ કહ્યું કે ‘આ બધું વાંચીને હું હેરાન હતી, હું એક અભિનેત્રી છું અને મારુ કામ કરું છું, મારી જોડે મારા કામને લઈને જવાબ માંગવામાં આવે છે. મારા ત્રણ કલાકના કામમાં માત્ર એ થોડી ક્ષણોની જ વાતો કરવામાં આવે છે.”

ઐશ્વર્યાએ ઘણી હોલીવુડ ફિલ્મો પણ ઠુકરાવી હતી, અને તેના વિશે ઐશ્વર્યાએ કહ્યું કે “ધૂમ-2 સાઈન કરતા પહેલા મેં ઘણી હોલીવુડ ફિલ્મોની ઓફર માત્ર એટલા માટે ઠુકરાવી હતી કે હું પડદા ઉપર ફિજિકલ સીન અને કિસિંગ સીન કરવામાં કંફર્ટેબલ નહોતી, હું જાણતી હતી કે દર્શકો મને પડદા ઉપર આ રીતે જોવી પસંદ નહિ કરે પરંતુ પછી મેં આના માટે હા કહ્યું. હું ઇચ્છતી હતી કે જો મારે આમ કરવું જ હશે તો હું પહેલા હિન્દી સિનેમામાં કરીશ, હું જોવા માંગતી હતી કે હું જે વિચારું છું તે શું સાચે જ એવું છે અને આ સાચું નીકળ્યું.”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.