મનોરંજન

એક ડરના કારણે ઐશ્વર્યાના લગ્નમાં સામેલ ન થઇ તેની જેઠાણી, આજે પણ કરે છે અફસોસ

અમિતાભ બચ્ચનનો દીકરા અભિષેક અને ઐશ્વર્યાના લગ્નને 13 વર્ષ પૂર્ણ કર્યા છે. 20 એપ્રિલ, 2007ના રોજ અભિ-એશના લગ્ન થયા હતા. લગ્ન દરમિયાન અમિતાભના ઇલાહાબાદના પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાંથી એક અમિતાભના ફોઇના દીકરો ભાઇ છે. પરંતુ તે પરિવારની જ વહુ મૃદુલા એટલે કે ઐશ્વર્યાની જેઠાણીને આજે પણ અફસોસ છે કે તે લગ્નમાં સામેલ ન થઇ.

હરિવંશરાય બચ્ચનના પિતા પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવના ઇલાહાબાદ કટઘર વિસ્તારમાં મકાન બનાવ્યું હતું. આ મકાન અમિતાભની ફોઇ ભગવાન દેવીનો દીકરો રામચંદર અને તેની પત્ની કુસુમલતા રહતા હતા. તેમના નિધન બાદ તેમના ત્રીજા નંબંરનો દીકરો અનૂપ પોતાની પત્ની મૃદુલા સાથે રહે છે.

થોડા સમય પહેલા અનુપ અને મૃદુલાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે,`અભિષેક ઐશ્વર્યાના લગ્નનું કાર્ડ કાકા-કાકીએ મોકલ્યું હતું. પરંતુ પૈસાની તંગીના કારણે અને એવો ડર હતો કે અમને બચ્ચન પરિવાર નહીં ઓળખે તો તેથી લગ્નમાં ન ગયા.’

અનૂપ અને મૃદુલા અનુસાર,`તેની ખુબ જ ઇચ્છા હતી કે તે અભિ-એશના લગ્નમાં જાય પરંતુ મજબૂરીના કારણે તે જઇ ન શકી, તેનો જીવનભર અફસોસ રહેશે.’

મૃદુલાએ કહ્યું કે,`જ્યાં સુધી મારા સાસુ સસરા જીવતા હતા ત્યાં સુધી બાબુજી(હરિવંશરાય બચ્ચન)ની ચિઠ્ઠી આવતી હતી. તેમના મૃત્યુ બાદ બચ્ચન પરિવાર અને તેમનો સંબંધ પર પૂર્ણવિરામ જ મૂકાઇ ગયો.’

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ઢાઇ અક્ષર પ્રેમ કેમાં અભિષેક અને ઐશ્વર્યા પહેલી વખત સાથે કામ કર્યુ હતું. ત્યાર બાદ બંટી ઓર બબલી, ધૂમ(2004) વખતે તેઓ નજીક આવ્યા હતા. ફિલ્મ ગુરુના પ્રિમિયર બાદ ટોરંટોમાં હોટલની બાલ્કનીમાંથી અભિષેકે એશને લગ્ન માટે પ્રપોઝ કરી હતી.

લગ્ન બાદ અભિષેક અને ઐશ્વર્યા ખુબ જ ખુશ જોવા મળે છે. લગ્નના ચાર વર્ષ બાદ ઐશ્વર્યાએ 16 નવેમ્બર, 2011ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. આરાધ્યા હાલ નવ વર્ષની થઇ છે.


Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.