મનોરંજન

બર્થડે મનાવવા ઐશ્વર્યા પતિ અભિષેક અને પુત્રી આરાધ્યા સાથે પહોંચી વિદેશમાં જેના આપણે સપના જોઈએ છીએ…જુઓ ખાસ તસ્વીરો

બૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રે બચ્ચન તેનો 46મોં જન્મદિવસ મનાવવા માટે પરિવાર સાથે રોમ પહોંચી છે. ઐશ્વર્યા રાય તેના જન્મ દિવસ મનાવવા સિવાય એક કામના સિલસિલા માટે રોમ પહોંચી છે. 1 નવેમ્બરે તેનો જન્મ દિવસ મનાવતા પહેલા બુધવરે રાતે ઇન્સ્ટાગ્રામ પર રોમમાં એક બ્રાન્ડની ઇવેન્ટની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં ઐશ્વર્યા સફેદ વન પીસમાં જરે ચડે છે.

 

View this post on Instagram

 

✨❤️🎊

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ઐશ્વર્યા રાયે આઇકોનિક નીલમની વીંટી અને ઘડિયાળ પહેરી છે, આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, ‘DolceVita in Rome with Longines’ ઐશ્વર્યાએ આ સિવાય અન્ય એક વિડીયો શેર કર્યો હતો. જેમાં ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યા અને પતિ અભિષેકને મંચ પર બોલાવતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

✨❤️20 years with Longines🌟🎊 Super Precious n Super Special 💖✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

જણાવી દઈએ કે, ઐશ્વર્યા તેનો જન્મ દિવસ પતિ અભિષેક અને પુત્રી આરાધ્યા સાથે ઇટલીમાં મનાવશે. ઐશ્વર્યાએ ઇટલીમાં બર્થડે સેલિબ્રેટ કરવાની સાથે તે તેના કામથી જોડાયેલા કાર્યક્રમમાં પણ ભાગ લેશે. સૂત્રના જણાવ્યા અનુસાર રવિવારે અમિતાભ બચ્ચનના ઘરે એક ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે મોડી રાત સુધી ચાલી હતી. દિવાળી પાર્ટી પુરી કર્યા બાદ ઐશ્વર્યા, અભિષેક અને પુત્રી આરાધ્યા રોમ જવા માટે રવાના થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

🌷💝🌟

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

અભિષેકે પણ ઐશ્વર્યાના બર્થડે અને કામને લઈને 7 દિવસની રજાની યોજના બનાવી છે. ઐશ્વર્યાને 30 ઓક્ટોબરે સ્વીડ ઘડિયાળની બ્રાન્ડ સાથેના 20 વર્ષના એસોશિએશનના કારણે સન્માનિત કરવામાં આવી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.