ઘરે બેઠેલી દીકરી માટે રોજ એશ્વર્યાને કરવું પડી રહ્યુ છે આ કામ, અભિષેક પણ કરી રહ્યા છે મદદ

બાળકોની સ્કૂલ લાઇફ તો હવે પહેલાની  જેમ રહી નથી. જયાં પહેલા બાળકો ખભા પર બેગ ભરાવી સ્કૂલે જતા હતા, ત્યાં હવે ઓનલાઇન ક્લાસરૂમ કોમ્પ્યુટરની સ્ક્રીનમાં થઇ ગયા છે. બાળકો સાથે સાથે પેરેન્ટ્સને પણ આ બદલાવને સ્વીકાર કરવો પડ્યો છે અને બાળકોના ઓનલાઇન ક્લાસ તેમના માટે પડકાર અને જવાબદારીઓ લઇને આવી છે. આવું જ કંઇક બોલિવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન સાથે થયુ છે.

એશ્વર્યા રાયને તેમની દીકરી આરાધ્યાના ઓનલાઇન ક્લાસ માટે ઘણી મહેનત કરવી પડી રહી છે. બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને તેમના શો “કૌન બનેગા કરોડપતિ 13″માં આરાધ્યા બચ્ચન અને તેના ઓનલાઇન ક્લાસ વિશે વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, તેમના દીકરા અને વહુ અભિષેક અને એશ્વર્યા આરાધ્યાને તેના અભ્યાસમાં ઘણી મદદ કરી રહ્યા છે. તેને કોઇ પણ હેલ્પની જરૂર હોય છો તો તે પૂરી રીતે તે વાતનું ધ્યાન રાખે છે. આ જરૂરી પણ છે કે, માતા-પિતાને બાળકોના અભ્યાસ પર ધ્યાન આપતા તેમને સમય આપવો જોઇએ, કારણ કે  તેમનો અભ્યાસ અને ફ્યુચર સારો બની શકે.

કૌન બનેગા કરોડપતિ 13માં કલ્પના સિંહ જે સ્કૂલના પ્રિન્સિપલ છે, તેમણે કંટેસ્ટેંટના રૂપમાં પાર્ટિસિપેટ કર્યુ હતુ. તેમનો અમિતાભ બચ્ચનને સવાલ હતો કે ઓનલાઇન ક્લાસના કયા ચેલેન્જ છે અને તેમની પૌત્રી આ બધાથી કેવી રીતે ડિલ કરી રહી છે. કારણ કે છેલ્લા બે વર્ષથી તો આ ન્યુ નોર્મલ છે, જેને આપણે બધા એક્સેપ્ટ કરીને  ચાલી રહ્યા છે. તેનો પ્રભાવ આપણા પર નહિ બાળકો પર વધારે પડી રહ્યો છે.

અમિતાભ બચ્ચને કહ્યુ, અમારા ઘરમાં પણ બાળકી છે, જે ઓનલાઇન શિક્ષણ પ્રાપ્ત કરી રહી છે. માતા-પિતા બંને મદદ કરી રહ્યા છે. કેવી રીતે કોમ્પ્યુટર ચલાવવામાં આવે, કેવી રીતે ઓનલાઇન ક્લાસ લેવાના છે, આ બધામાં એશ અને અભિષેક આરાધ્યાની હેલ્પ કરે છે. પેરેન્ટ્સના સહયોગથી બાળકોને શીખવામાં અને નવા નોર્મલમાં એડજસ્ટ કરવામાં મદદ મળશે. આ માટે ઓનલાઇન ક્લાસ હોય કે પછી ઘરે બાળકોને ભણાવી રહ્યા હોય, માતા-પિતા બંનેને બાળકનો ભરપૂર સહયોગ કરવો જોઇએ.

અમિતાભ બચ્ચને કહ્યુ કે, કેટલીક વાર તે પણ જયારે આરાધ્યાના ઓનલાઇન ક્લાસ વચ્ચે જાય છે, તો સારુ વાતાવરણ બનેલુ હોય છે. શિક્ષક ઘણી સારી રીતે ભણાવે છે. અભ્યાસ માટે માહોલ ઘર પર જ બનાવવો પડશે કારણ કે અત્યારે સ્કૂલે મોકલવા ઘણા મુશ્કેલ છે. આ માટે જરૂર છે કે પેરેન્ટ્સ અને શિક્ષક બંને બાળકોના અભ્યાસ માટે આવો માહોલ બનાવે જેમાં બાળકોને પણ ભણવામાં મજા આવે.

ઘર પર રહેવુ અને કેટલાક કલાક સુધી સ્ક્રીન સામે બેસીને અભ્યાસ કરવો એ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે. આ માટે એ વાતનું પેરેન્ટ્સને ધ્યાન રાખવુ પડશે કે બાળકોના માનસિક સ્વાસ્થ્યને દુરસ્ત રાખવા માટે તેમના પસંદગીતા કામો માટે પણ સમય નીકાળો. શિક્ષા પ્રાપ્ત કરવી ઘણી આવશ્યક છે, જો મહામારીને કારણે સ્કૂલ બંધ છે, તો પણ બાળકોના શિક્ષણ પર તેનો પ્રભાવ ન પડવા દો. એ વાતનું ધ્યાન પેરેન્ટ્સ અને ટીચર્સને રાખવુ જોઇએ અને બાળકોને સારી શિક્ષા અપાવવા માટે ભરપૂર પ્રયાસ કરવા જોઇએ.

Shah Jina