મનોરંજન

મળો ઐશ્વર્યાના બોડીગાર્ડ શિવરાજને પગાર જાણીને રહી જશો દંગ

ઐશ્વર્યા રાયે પોતાના બોડીગાર્ડના લગ્નમાં હાજર રહીને લોકોનું જીતી લીધું દિલ, અધધધ આટલો પગાર છે

બોલીવુડમાં ઘણા એવા અભિનેતાઓ છે જે જમીન સાથે જોડાયેલા છે, જે નાના માણસોની પણ કદર કરે છે. તો ઘણા કલાકારો અભિમાની પણ હોય છે. પરંતુ આજે અમે વાત કરીએ છીએ ઐશ્વર્યા રાયની. જેને પોતાના બોડીગાર્ડનાં લગ્નમાં હાજરી આપીને લોકોનું દિલ જીતી લીધું હતું.

Image Source

ઐશ્વર્યા રાયના બોડીગાર્ડનું નામ છે શિવરાજ. તેના લગ્નમાં ઐશ્વર્યા વર-કન્યાને આશીર્વાદ આપવા માટે હાજર રહી હતી. જેની તસ્વીર પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહી હતી. અને ચાહકો ઐશ્વર્યાના આ કામની ખુબ જ પ્રસંશા પણ કરી રહ્યા હતા.

Image Source

ઐશ્વર્યાની હાજરીએ આ લગ્નમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ઐશ્વર્યાના આવતા જ લોકોમાં હલચલ મચી ગઈ હતી. બધા જ લોકો તેની સાથે વાત કરવા માટે ઉતાવળા થઇ રહ્યા હતા. દેખીતી જ વાત છે કે આવી કોઈ જાહેર જગ્યા ઉપર સામાન્ય લોકોની વચ્ચે આટલી મોટી સ્ટારની ઉપસ્થિતિથી લોકોના આવા હાલ થઇ જ જાય.

Image Source

ઐશ્વર્યાએ પણ કોઈને નિરાશ ના કર્યા. તો પોતાના બોડીગાર્ડ શિવરાજની પત્ની સોની સાથે અને ત્યાં રહેલા મેહમાનો સાથે પણ વાતો કરતી જોવા મળી હતી.

Image Source

શિવરાજના લગ્ન વર્ષ 2015માં થાય હતા અને ત્યારે ઐશ્વર્યા તેના લગ્નમાં પહોંચી હતી. જેની તસવીરો હાલમાં પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. શિવરાજ ઐશ્વર્યાનો ઘણા સમયથી બોડીગાર્ડ છે. ઐશ્વર્યા તેને સારો એવો પગાર પણ આપે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.