બે દિવસ પહેલા હોલિવૂડ સ્ટાર અને સિંગર કેટી પેરી ભારતમાં કોન્સર્ટ માટે મુંબઈ આવી છે, ત્યારે અહીં આવ્યા પછી કરણ જોહરે કેટી પેરી માટે એક પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. જેમાં બોલીવૂડના બધા જ સ્ટાર્સે હાજરી આપી હતી. આ પાર્ટીની કેટલીય તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.
આ પાર્ટીમાં બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન પણ હાજર રહી હતી. તેને કેટી પેરી સાથેની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસ્વીરને શેર કરતા ઐશ્વર્યાએ લખ્યું, ‘તમને વિશ્વની બધું જ તાકાત મળે જેના તમે હકદાર છો. પ્રેમ અને રોશનીની જેમ તમે ચમકતા રહો.’

આ તસ્વીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ છે. કેટલાક લોકોને આ તસ્વીર ખૂબ જ પસંદ આવી છે તો કેટલાક લોકોએ આ તસ્વીર માટે ઐશ્વર્યા રાયને ટ્રોલ કરી છે. આ તસ્વીર બ્લર દેખાઈ રહી છે એ કારણે લોકો ઐશ્વર્યાને ટ્રોલ કરી રહયા છે.

એક યુઝરે લખ્યું છે, ‘ભાઈ આટલા કમાઓ છો તો એક સારો ફોન લઇ લો.’ તો એક બીજા યુઝરે લખ્યું છે, ‘મારા ગરીબના કેમેરાથી સારી તસ્વીર આવે છે.’ તો એક બીજા યુઝરે લખ્યું છે કે આમને કોઈ સારી ક્વોલીટીનો કેમેરો ગિફ્ટ કરો, તસ્વીર બ્લર છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.