મનોરંજન

જયારે કમર દેખાવવાના કારણે ઐશ્વર્યાનો ઉડાવ્યો હતો મજાક, આ ડ્રેસના કારણે ઘણું બધું સહન કરવું પડ્યું હતું

કોરોનાના લીધે આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યો છે, પરંતુ દર વર્ષે યોજાતા આ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની યાદો લોકોના હૃદયમાં તાજી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડ એક્ટ્રેસો પણ તેની પાંખો ફેલાવે છે અને લોકોની પોતાના દીવાના કરી નાખે છે. લોકોને દીવાના કરી નાખવામાં સૌથી પ્રખ્યાત નામ છે ઐશ્વર્યા રાયનું. ઐશ્વર્યા રેડ કાર્પેટ હોય કે સ્ટાઇલ પર્ફોર્મન્સ, દરેક જગ્યાએરાજ કરે છે. જોકે, એકવાર ઐશ્વર્યા પણ તેની ડ્રેસિંગ સ્ટાઇલ માટે ટ્રોલ કરવામાં આવી હતી.

2004માં ઐશ્વર્યા રાય ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેરીને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આવી હતી. આ સમય દરમિયાન, તેની ડિઝાઇનર નીતા લુલ્લાનો રિવીલિંગ વ્હાઇટ શિમરિંગ ગાઉન પહેર્યું હતું.

આ ગાઉનમાં આગળના ભાગમાં બે કટઆઉટ પેટર્ન હતી, જેના કારણે ઐશ્વર્યાની રાયની આગળની બોડી રીવીલ થતી હતી. તે એક લોન્ગ હેવી સિલ્વર એલ્બિલેશ્ડ ગાઉન હતું, જે હોલ્ટર નેકલાઇની સાથે બનાવવામાં આવ્યું હતું.< img class="aligncenter size-full wp-image-271843" src="https://gujjurocks.in/wp-content/uploads/2020/07/3.aishwarya-dress-in-film-festival.jpg" alt="" width="800" height="451" />

આ ગાઉનની પાછળના ભાગમાં માત્ર બે પાતળી દોરીઓની મદદથી બેકલેસ બનાવવામાં આવ્યું હતું, જેણે કારણે ઐશ્વર્યાની વેસ્ટ અને પીઠ સ્પષ્ટ દેખાઈ રહી હતી.

ઐશ્વર્યાની આ ડ્રેસ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન તેને દ્વારા પહેરવામાંઆવેલો સૌથી બોલ્ડ ડ્રેસ હતો. આ દરમિયાન ઐશ્વર્યા હલકા કર્લી વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

પરંતુ આ ડ્રેસને કારણે ઐશ્વર્યાને તેના ફેન્સે ખૂબ ખરુંખોટું સંભળાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ આ ડ્રેસના કારણે તેને વિશ્વભરથી લોકો તેને મેણું મારતા હતા. ચાહકોને આ રીતે ઐશ્વર્યાનું કમર દેખાડવાનું પસંદ આવ્યું ન હતું.

કેટલાક લોકોએ તેની ડિઝાઇનર નીતા લુલ્લાને પણ નિશાન બનાવી હતી, આ કટઆઉટ કમરના ગાઉનના કારણે ઐશ્વર્યાની ખુબ જ મજાક ઉડી હતી.

ઐશ્વર્યા રાય 2004 માં 57 માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાનની તસ્વીર.