મનોરંજન

ઐશ્વર્યા રાય ઇચ્છતી ન હતી કે પતિ કરે આ કામ, પછી અભિષેક બચ્ચનને લેવો પડ્યો હતો આ નિર્ણય

વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની જોડી રોમેન્ટિક જોડી માનવામાં આવે છે. જ્યા એક તરફ ઐશ્વર્યા રાયએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક શાનદાર ફિલ્મો આપી જ્યારે અભિષેક બચ્ચનની ફિલ્મી કારકિર્દી કઈ ખાસ રહી ન હતી.

Image Source

જો કે અભિષેકે પણ ઘણી કોશિશ કરી છતાં પણ તે પોતાના પિતા અમિતાભજીની જેમ નામ ન કમાઈ શક્યા. અભિષકેની ફિલ્મો પણ કઈ ખાસ કમાલ દેખાઈ શકી ન હતી છતાં પણ તે ફિલ્મ સાઈન કરતા પહેલા અમુક બાબતોનું ખાસ ધ્યાન પણ રાખે છે.

Image Source

લગ્ન પછી ઐશ્વર્યા રાય નક્કી કરે છે કે અભિષેક કઈ ફિલ્મમાં કામ કરશે. એવો જ એક કિસ્સો પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મ સાઈન કરતી વખતે બન્યો હતો, જે અમે તમને જણાવીશું.

Image Source

એ ખુબ ઓછા લોકો જાણતા હશે કે આગળના વર્ષે પ્રિયંકા ચોપરાની રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ સ્કાઈ ઇઝ પિન્ક’માં અભિષેક બચ્ચનની પણ પસંદગી કરવામાં આવી હતી. સોનાલી બોસની આ ફિલ્મમાં અભિષેકને પ્રિયંકાના પતિનો રોલ ઓફર થયો હતો, પણ ઐશ્વર્યા અભિષેકના આ રોલ માટે બિલકુલ પણ ખુશ ન હતી.

Image Source

ઐશ્વર્યા રાય ઇચ્છતી ન હતી કે તેનો પતિ ફિલ્મોમાં નાનો-મોટો રોલ પ્લે કરે. ઐશ ઇચ્છતી હતી કે અભિષેક ફિલ્મમાં કોઈ સ્ટ્રોંગ કિરદાર નિભાવે અને આ ફિલ્મ માં-દીકરીના સંબંધ પર આધારિત હતી. ઐશ્વર્યા માટે અભિષકે આ ફિલ્મનો સ્વીકાર ન કર્યો જેના પછી આ કિરદાર અભિનેતા ફરહાન અખ્તરએ નિભાવ્યો હતો.

Image Source

જો કે અભિષેક પહેલા પણ પ્રિયંકા સાથે દોસ્તાના, બ્લફ માસ્ટર જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. આ ફિલ્મોમાં અભિષેક-પ્રિયંકાની જોડી દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી.

Image Source

હાલ અભિષેકની ફિલ્મ લુડો રિલીઝ થઈ છે અને તેની આવનારી ફિલ્મ બિગ બુલ અને બૉસ બિશ્વાસ છે. જ્યારે ઐશ્વર્યા રાય પાસે હાલ એકપણ હિન્દી ફિલ્મ નથી પણ તે સાઉથની એક ફિલ્મમાં કામ કરી રહી છે જ્યારે પ્રિયંકા ચોપરા પણ હાલના દિવસોમાં પતિ સાથે લોસ એંજેલસમાં છે.