મનોરંજન

મહેંદીથી લઈને સંગીત સુધી ઐશ્વર્યા રાઈએ પહેર્યા હતા આવા લહેંગા, જેને જે પણ દરેક દુલ્હન પહેરવા માંગશે

10 તસ્વીરોમાં જુઓ મહેંદીથી લઈને સંગીત સુધી ઐશ્વર્યા રાઈએ પહેર્યા હતા આવા લહેંગા

વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાઈ બચ્ચન અને અભિષેક બચ્ચનની જોડી સૌથી સુંદર અને રોમેન્ટિક જોડીઓમાંની એક છે. બંન્નેની લવસ્ટોરી પણ ખુબ જ ફિલ્મી રહી હતી. ફિલ્મ ગુરુના પ્રમોશન વખતે અભિષેકે ઐશ્વર્યાને રિંગ પહેરાવી પ્રપોઝ કર્યું હતું અને ઐશે તરત જ હા કહી દીધી હતી.

Image Source

જેના અમુક સમય પછી બંન્નેના ખુબ જ આલીશાન અને ભવ્ય લગ્ન થયા હતા. જો કે ઇન્ટરનેશનલ રેડ કાર્પેટ પર ઐશના દરેક અવતાર અને સ્ટાઇએ દરેકને દીવાના બનાવી જ રાખ્યા છે પણ ઐશના લગ્નની વાત કરીએ તો ત્યારે પણ તેણે દરેક સમારોહમાં એકદમ સુંદર અને બધાથી અલગ લહેંગા પહેર્યા હતા કે જેને પહેરવું દરેક મહિલાનું સપનું હોય છે, આજે અમે તમને ઐશના લગ્ન સમારોહની દરેક વિધિની તસ્વીરો દેખાડીશું જેમાં ઐશે અલગ અલગ લહેંગા પહેર્યા હતા, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

Image Source

1. મહેંદી સમારોહ-પિન્ક લહેંગા:
ઐશે પોતાની મહેંદી સમારોહમાં પિંક લહેંગા પહેરી રાખ્યો હતો, જેને ખાસ રીતે ફેમસ ડિઝાઈનર નીતા લુલ્લા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ લહેંગામાં સિક્વન્સ અને થ્રેડ વર્કનું કામ કરવામાં આવ્યું હતું, જેમાં કૈપ-સ્લીવ વાળું ટોપ શામિલ હતું. આ સિવાય તેના બ્લાઉઝને વેસ્ટ પોર્શન પર હિડન કોર્સેટ ડિઝાઇન પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઐશએ ફ્લોરલ જવેલરી પહેરી રાખી હતી, જેની આજના સમયે પણ ખુબ જ માંગ છે. ઐશના ઘરેણાંને ફ્રેશ ફૂલોથી તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં એક લાંબો હાર, કાનના ઝુમકા, બાજુબંધ અને માથા પટ્ટી શામિલ હતી.

Image Source

2. સંગીત સમારોહ-પેસ્ટલ બ્લુ લહેંગા:
ઐશે પોતાના સંગીત સમારોહમાં પેસ્ટલ બ્લુ લહેંગા પહેર્યો હતો. જેને અબુ જાની સંદીપ ઘોસલા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. ઐશના આ લહેંગા પર રેશમના દોરાનું કાશીદાકારી વર્ક હતું, જેમાં સ્ટોન્સ અને ફૂલોની જડાઉ કઢાઈ ભરતકામ પણ હતું. આ લહેંગા સાથે ઐશે ડાઈમન્ડ નેકલેસ અને શોલ્ડ ઈયરરિંગ પહેરી રાખી હતી. જયારે અભિષેક બચ્ચનએ પણ અબુ-સંદીપ દ્વારા ડિઝાઇન કરેલી વ્હાઇટ શેરવાની પહેરી રાખી હતી.

Image Source

3. ગોલ્ડ કાંજીવરમ સાડી:
લગ્ન વિધિમાં ઐશ્વર્યાએ ડિઝાઈનર નીતા લુલ્લા દ્વારા ડિઝાઇન કરેલી ગોલ્ડ કાંજીરવમ સાડી પહેરી રાખી હતી. જેની કિંમત તે સમયે 75 લાખ રૂપિયા જણાવવામાં આવી હતી. ઐશની આ બ્રાઇડલ સાડીમાં સોનાના તારથી કારીગરી કરવામાં આવી હતી, જેની સાથે સ્વરોવસ્કિ ક્રિસ્ટલ્સ પણ લગાવવામાં આવ્યા હતા. આ લુકની સાથે ઐશે સોના(ગોલ્ડ)અને કુન્દનથી બનેલા ઘરેણા પહેરી રાખ્યા હતા.

Image Source

4. રેડ ઝરી પટ્ટુ સાડી:
લગ્ન પછી ઐશ પોતાના પુરા પરિવાર સાથે તિરુપતિ બાલાજી પૂજા કરવા માટે પહોંચી હતી. આ સમયે ઐશે નીતા લુલ્લા દ્વારા ડિઝાઇન કરેલી રેટ ઝરી પટ્ટુ સાડી પહેરી હતી અને ભારે ભરખમ ઘરેણા પણ પહેરી રાખ્યા હતા. નવી નવેલી દુલ્હન ઐશ આ સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.