સામાન્ય જીવનમાં આપણે જોઈએ છીએ કે મોટાભાગની પત્નીઓ પોતાના પતિના મોબાઈલ ખાનગીમાં ચેક કરતી હોય છે, પત્નીને કઈ શંકાસ્પદ લાગતા તે પતિની જાસૂસી પણ કરતી હોય છે, આવું સામાન્ય જીવનમાં જ નહિ બોલીવુડમાં પણ આવી ઘણીવાર બનતું હોય છે, અને તેના કારણે ઘણા સંબંધો પણ તૂટતાં હોય છે.

બોલીવુડનું એક સુંદર કપલ અભિષેક અને ઐશ્વર્યા રાયને લઈને પણ આવી ઘણી ચર્ચાઓ આવતી હોય છે. એક કાર્યક્રમની અંદર પણ ઐશ્વર્યાને આવો જ સવાલ પૂછવામાં આવ્યો હતો. કે તે શું “સંતાઈને અભિઓશેકનો ફોન ચેક કરે છે ? તો આ સવાલનો જવાબ આપતા ઐશ્વર્યાએ કહ્યું હતું કે “ક્યારેય નહીં.” ઐશ્વર્યાનો આ જવાબ સાંભળીને બધા એક મિનિટ માટે તો શન્ટ થઇ ગયા હતા. પરંતુ ઐશ્વર્યાની વાત પણ ક્યાયકને ક્યાંક સાચી જ છે. કે એક પતિ ક્યારેય નથી ઈચ્છતો કે તેની પત્ની તેનો મોબાઈલ સંતાઈને ચેક કરે અને તેની જાસૂસી કરે. પરંતુ આજના સમયમાં ઘણા લોકો આ રીતે એકબીજાની જાસૂસી કરતા જ હોય છે.

એલ રીતે જોવા જઈએ તો પતિ અને પત્નીનો સંબંધ વિશ્વાસની બુનિયાદ ઉપર ટકેલો છે. જેના કારણે એક બીજાના ફોનમાં નજર કરવી એ યોગ્ય નથી. આ સંબંધમાં વિશ્વાસ ખુબ જ જરૂરી છે. છતાં પણ ઘણા કપલ એકબીજાની આ રીતે નજર રાખ્યા કરે છે, તેમના મનમાં સતત ડર હોય છે કે ક્યાંક તેમનું પાર્ટનર તેને છેતરી તો નથી રહ્યું ને? અને તેના કારણે જ તે આમ અકર્તા પણ હોય છે.

જયારે બે અલગ અલગ વ્યક્તિઓ પોતાના જીવનને એકસાથે જીવવાનો નિર્ણય કરે છે ત્યારે તે પોતાના જીવનના દરેક પાસાઓ ઉપર વિશ્વાસ કરે છે અને આગળ વધે છે. તેવામાં તમારા પાર્ટનરની મરજી વિરુદ્ધ તેનો ફોન ચેક કરવાનો મતલબ એવો થાય છે કે તમને તમારા પાર્ટનર ઉપર વિષ્વસઃ નથી રહ્યો, અને જયારે આ વાત તમારા પાર્ટનરને ખબર પડે છે ત્યારે બંને વચ્ચે મતભેદો થવા લાગે છે. અને તે સંબંધ માટે ખુબ જ હાનિકારક છે.

જો તમારા મનની અંદર તમારા પાર્ટનરને લઈને કોઈ મૂંઝવણ હોય તો તેની સાથે જ આ બાબતે ચર્ચા કરી અને તેનું નિરાકરણ લાવી શકાય છે, આ રીતે એકબીજાના ફોન ચેક કરી અને તમે જાણી જોઈને જ સંબંધોમાં સંઘર પેદા કરો છો. સંબંધ હંમેશા વિશ્વાસ ઉપર ટકેલો હોય છે, અને આ વિશ્વાસ જો એકવાર તૂટે છે પછી તેને જોડતા ઘણો જ સમય લાગી શકે છે.

માટે ઐશ્વર્યાની આ વાત ઉપરથી પણ આપણને ઘણું શીખવા મળે છે, પતિ હોય કે પત્ની બંનેને એકબીજા ઉપર વિશ્વાસ હોવો જોઈએ અને દરેક બાબતો એકબીજા સાથે શેર કરતા હશો તો જીવનમાં ક્યારેય કોઈ તકલીફ નહીં આવે, કે ના કોઈ શંકાને જીવનમાં સ્થાન મળશે.