ઐશ્વર્યા થઈ હેરાન પરેશાન: ફોન પર પ્રાઇવેટ પાર્ટના ફોટોઝ મોકલી લોકોએ, વાંચો સમગ્ર અહેવાલ

ઐશ્વર્યાને ફોન પર મળી રહી છે ગંદી ગાળો, પ્રાઇવેટ પાર્ટનો ફોટો મોકલી રહ્યા છે લોકો, વાંચો આખી મેટર

AISHWARYA BHASKARAN SEXUAL HARASSMENT : સાઉથની ટીવી સીરિયલ્સમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ એશ્વર્યા ભાસ્કરને (Aishwarya Bhaskaran) તેની યૂટયૂબ ચેનલ પર એક ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યુ કે, છેલ્લા કેટલાક દિવસોથી તે સોશિયલ મીડિયા પર જાતીય સતામણીનો સામનો કરી રહી છે. યુઝર્સ તેના પર સતત અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. એટલું જ નહીં, એકે તો તેના પ્રાઈવેટ પાર્ટનો ફોટો પણ મોકલ્યો.

અભિનેત્રીએ કહ્યું કે તેણે તેની પુત્રીની સલાહ પર આ બાબતે વાત કરવાનું નક્કી કર્યું અને તેથી જ તે યુટ્યુબ ચેનલ પર એક વીડિયો બનાવી રહી છે. જો આવું ચાલુ રહેશે તો તે તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરશે. ઐશ્વર્યા ભાસ્કરન સાઉથ સિનેમાનું જાણીતું નામ છે. તેણે થોડા સમય પહેલા સાબુનો બિઝનેસ શરૂ કર્યો હતો. ગ્રાહકો સરળતાથી તેને ઓર્ડર આપી શકે તે માટે તેણે પોતાનો મોબાઈલ નંબર સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

પણ આના કારણે તે પોતે ફસાઇ ગઇ અને તેને ગંદા મેસેજ અને અશ્લીલ તસવીરો લોકો શેર કરવા લાગ્યા. ઐશ્વર્યાએ તેની યુટ્યુબ ચેનલ ‘મલ્ટી મોમી’ પર આ માહિતી શેર કરી છે. તેણે કહ્યું કે તે આ મામલાને સાયબર પોલીસ પાસે લઈ જવા માંગતી નથી પરંતુ જો આવી ઘટનાઓ બનતી રહેશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. અભિનેત્રીએ કહ્યું કે તેની પુત્રીની સલાહ પર તેણે આ મામલાને દુનિયા સમક્ષ લઈ જવાનું નક્કી કર્યું.

ઐશ્વર્યા ભાસ્કરન અભિનેત્રી લક્ષ્મીની પુત્રી છે. તે હાલમાં સિંગલ છે અને હંમેશા તેના અંગત જીવન વિશે વાત કરવાથી ડરતી નથી. જો તેની ફિલ્મોની વાત કરીએ તો તેમાં ‘ઇજમાન’, ‘આરુ’ અને ‘પંચતંથિરામ’નો સમાવેશ થાય છે. તેણે એક અન્ય અભિનેત્રી સાથે એક યૂટયૂબ ચેનલ, ‘સાઉન્ડ સરોજા’ નામની શરૂ કરી, પરંતુ આ કોલેબોરેશન ખત્મ થઇ ગયુ.

આ પછી તેણે એકલા જ પોતાની ચેનલ ‘મલ્ટી મમ્મી’ શરૂ કરી. 51 વર્ષીય ઐશ્વર્યા ભાસ્કરને તમિલ, મલયાલમ, કન્નડ અને તેલુગુ ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.ઐશ્વર્યાએ 1993માં પ્રિયદર્શન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ગર્દીશ’થી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં જેકી શ્રોફ, ડિમ્પલ કાપડિયા, શમ્મી કપૂર, અમરીશ પુરી, રાજ બબ્બર અને ફરીદા જલાલ જેવા સ્ટાર્સની પણ મહત્વની ભૂમિકા હતી.

ઐશ્વર્યાએ 2011ની હિન્દી ફિલ્મ ‘અભિશપ્ત’માં પણ કામ કર્યું હતું, જેમાં દિલશાદ પટેલ, વસુંધરા દાસની મહત્વની ભૂમિકા હતી. તે છેલ્લીવાર મોટા પડદા પર તમિલ ફિલ્મ ‘દાદા’માં જોવા મળી હતી, જેમાં તેણે કવિનની માતાની ભૂમિકા ભજવી હતી. તે છેલ્લે ટીવી પર કલર્સ તમિલ ચેનલની સિરિયલ ‘જમેલા’માં જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કામના અભાવે ઐશ્વર્યાએ 2022માં સાબુ વેચવાનું શરૂ કર્યું.

Shah Jina