ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બોલીવુડના શ્રેષ્ઠ કપલમાં એક કપલ છે. આ બંનેને લગ્નને 13 વર્ષ વીતી ગયા છે છતાં પણ તેમના વિષેની અવનવી માહિતીઓ આજે પણ રોમાંચિત જરૂર કરે છે. અભિષેક અને ઐશ્વર્યાને ફિલ્મ ગુરુના સેટ ઉપર મુલાકાત થઇ અને પછી દોસ્તી થઇ, આ દોસ્તી ક્યારે પ્રેમમાં પરિણમી અને પરિવારની મંજૂરી માલ્ટા બંનેના લગ્ન પણ થઇ ગયા.

અભિષેક અને ઐશ્વર્યાના ઘરે લગ્નના થોડા વર્ષો બાદ એક સુંદર દીકરીનો જન્મ થયો, અને તેનું નામ આરાધ્યા રાખવામાં આવ્યું, આરાધ્યા પણ આજે આઠ વર્ષની થઇ ગઈ છે, પરંતુ થોડા સમય પહેલા જ ઐશ્વર્યાના સીમંત પ્રસંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

ઐશ્વર્યાનું સીમંત વર્ષ 2011માં થયું હતું, જેમ ઐશ્વર્યાના લગ્નમાં સોનેરી રેન્જને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું તેમ જ સીમંતમાં પણ સોનેરી રંગને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ઐશ્વર્યા સાથે અભિષેક પણ સોનેરી કપડામાં જોવા મળ્યો હતો. ઐશ્વર્યાને આ પ્રસંગે એક સિંહાસન ઉપર બેસાડવામાં આવી હતી, ત્યારે અભિષેક પણ એક સારા પતિની ભૂમિકામાં જોવા મળ્યો હતો અને ઐશ્વર્યાની બાજુમાં જ રહ્યો હતો.

ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનનો સંબંધ આજે પણ એટલો જ સરસ છે જેટલો જયારે અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યો હતો, આજે તમેન ઘરે એક દીકરી પણ છે, અને આ સારા સંબંધના કારણે જ બોલીવુડના શ્રેષ્ઠ કપલમાં ઐશ્વર્યા અને અભિષેકનું નામ પણ લેવામાં આવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.