મનોરંજન

જાણો અભિષેકે જાહેરમાં એવું શું કર્યું કે ઐશ્વર્યા થઇ ગઈ છે નારાજ, અભિષેકને ભારે પડી શકે છે આ ભૂલ

થોડા દિવસો પહેલા જ બેડમિન્ટન ચેમ્પિયન પીવી સિંધુના સન્માન સમારોહમાં ઐશ્વર્યા રાયનો પતિ અભિષેક બચ્ચન અને તેનો એક્સ વિવેક ઓબરોય આમને સામને આવી ગયા હતા. આ બંને એકબીજાને હસીને મળ્યા હતા અને એકબીજાને ગળે પણ લાગ્યા હતા. તેઓએ આ સમયે થોડી વાતો પણ કરી હતી. આ સમયનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ઘણા લોકોએ અભિષેકના આ માટે વખાણ કર્યા હતા તો ઘણા લોકોએ અભિષેકની ટીકા પણ કરી હતી. પરંતુ હવે જાણવા મળ્યું છે કે ઐશ્વર્યાને તેના પતિનું તેના એક્સને આ રીતે મળવું જરા પણ પસંદ નથી આવ્યું.

 

View this post on Instagram

 

Happy Birthday Wife. I love you! ❤️ #MyHappyPlace

A post shared by Abhishek Bachchan (@bachchan) on

ડેક્કન ક્રોનિકલના એક અહેવાલ અનુસાર, આ ઘટના બાદ ઐશ્વર્યા રાય ખૂબ જ અપસેટ છે. અહેવાલ અનુસાર, ઐશ્વર્યા રાય અભિષેક અને વિવેકના જાહેરમાં વધુ પડતા પ્રેમાળ હગથી પ્રભાવિત નથી થઇ. બચ્ચન પરિવારના નજીકના સૂત્રોએ જણાવ્યું કે ‘ઐશ્વર્યાને અભિષેકનું આ રીતે વિવેકને ગળે લગાવવું જરા પણ પસંદ પડ્યું નથી. તેને જાણવું હતું કે શા માટે અભિષેકે આ રીતે વિવેકને ગળે લાગવું પડે. એ માત્ર એક હેલો કહીને ત્યાંથી જઈ શકતો હતો.’

 

View this post on Instagram

 

Yessssss! C’mon India!!! 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 #jaihind

A post shared by Abhishek Bachchan (@bachchan) on

આ અહેવાલ અનુસાર, ઐશ્વર્યા સલમાન ખાન વિશે નિવેદન આપવા માટે પ્રેસ કોન્ફ્રન્સ બોલાવવા બદલ વિવેકને હજુ સુધી માફ કર્યો નથી. સલમાન ખાને પણ અત્યાર સુધી આ બાબતે વિવેકને માફ કર્યો નથી, પણ અભિષેકને કોઈ જ મનદુઃખ નથી. આ બધું વિચારવાને બદલે અભિષેક જીવનના સકારાત્મક પાસાઓ પર વધુ ધ્યાન આપે છે.

 

View this post on Instagram

 

Happy New Year. 🥂

A post shared by Abhishek Bachchan (@bachchan) on

ફિલ્મની વાત કરીએ તો અભિષેક બચ્ચન છેલ્લે અનુરાગ બાસુની ફિલ્મ મનમર્ઝીયામાં જોવા મળ્યો હતો, અને હવે વેબસીરીઝમાં જોવા મળશે. જયારે ઐશ્વર્યા રાય મણિ રત્નમના એક પ્રોજેક્ટ પર કામ કરવાની છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks