બૉલીવુડ સ્ટાર કિડ સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે. પછી તે કરીનાનો તૈમુર હોય કે એશ્વર્યાની આરાધ્યા હોય. ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. ત્યારે ફરી એક વાર વેકેશન માણી પરત ફરતી વખતે સ્ટાર કિડ એરપોર્ટ પર સ્પોટ થયા હતા.
યુએસથી વેકેશન માણી પરત ફરતી વખતે એશ્વર્યા અને અભિષેક બચ્ચન તેની પુત્રી આરાધ્યા સાથે એરપોર્ટ પર સ્પોટ થયા હતા. બચ્ચન પરિવારની ફોટો ગણતરીની મિનિટોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી.
અભિષેક બચ્ચને એક પિતા તરીકે તેના દિલના ટુકડાનો હાથ જોરથી પકડી રાખ્યો હતો. અભિષેકનો આ લુક ફેન્સને બહુજ પસંદ આવ્યો હતો. ત્યારે ફરી એકવાર એશ્વર્યા અને અભિષેક કેરિંગ પેરેન્ટ્સ તરીકે આરાધ્યા સાથે નજરે આવ્યા હતા. ફોટો જોઈને થાય છે કે જુનિયર બચ્ચન પુત્રીને લઈને પ્રોટેક્ટિવ છે.
સેલેબ્રીટી ફોટોગ્રાફર યોગેન શાહએ તેના ઇન્સ્ટાગ્રામ પર એશ્વર્ય, અભિષેક અને આરાધ્યાનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં આરાધ્યા તેના પપ્પા સાથે ટ્વીનીંગ કરતી નજરે આવે છે. જયારે એશ્વર્યા બ્લેક આઉટફિટમાં નજરે આવી હતી.
જણાવી દઈએ કે એશ્વર્યા રાય બચ્ચન પુત્રીના ઓવરપ્રોટેક્શનને લઈને સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ ચુકી છે. યુઝર્સે ટ્રોલ કરતા કહ્યું હતું કે, દર વખતે પુત્રીનો હાથ પકડીને એશ્વર્યાએ ચાલવું સારું નથી. ઘણા યુઝર્સે તો તૈમુરની બિંદાસ એટિટયુડની તુલના આરાધ્યા સાથે કરી હતી.
એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન આજકાલ તેની ફિલ્મ ગુલાબ જામુનની તૈયારીમાં છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મનું શૂટિંગ જલ્દી જ શરૂ કરવામાં આવશે.
એશ્વર્યા રાય સોશિયલ મીડીયમ પતિ અને પુત્રી સાથે ફોટો અને વિડીયો શેર કરતી રહે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks