મનોરંજન

ઐશ્વર્યાના કારણે મિસ ઇન્ડિયા છોડી રહી હતી સુસ્મિતા સેન, પરંતુ બની ગઈ મિસ યુનિવર્સ- રસપ્રદ લેખ

ઘણીવાર એવું કહેવામાં આવ્યું છે કે સુષ્મિતા અને ઐશ્વર્યા વચ્ચે બ્યુટી કોન્ટેસ્ટથી લઈને ફિલ્મી કેરિયર સુધી મુકાબલો રહ્યો છે, પરંતુ આ બંનેની કહાની તો કૈક બીજું જ જણાવે છે.

બોલીવુડમાં અભિનેત્રી ઐશ્વર્યા રાય અને સુસ્મિતા સેન બંનેએ ભારતને ગર્વ આપાવ્યું છે. 1994માં મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને સુસ્મિતા સેન અને ઐશ્વર્યાએ પોતાની સુંદરતાનો ડંકો વિશ્વભરમાં વગાડી દીધો હતો.

Image Source

જો કે ઘણીવાર એવું કહેવામાં આવ્યું છે કે સુષ્મિતા અને ઐશ્વર્યા વચ્ચે બ્યુટી કોન્ટેસ્ટથી લઈને ફિલ્મી કેરિયર સુધી મુકાબલો રહ્યો છે, પરંતુ આ બંનેની કહાની તો કૈક બીજું જ જણાવે છે.

Image Source

ઐશ્વર્યથી પહેલા વર્ષ 1966માં રીટા ફારિયા મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચુકી હતી, પરંતુ મિસ યુનિવર્સનો ખિતાબ કોઈએ નહોતો જીત્યો. વર્ષ 1994માં સુસ્મિતા સેને મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને ભારતને ગર્વ આપાવ્યું હતું.

Image Source

મિસ ઇન્ડિયા 1994ની સ્પર્ધામાં સુષ્મિતા સેન અને ઐશ્વર્યા રાય વચ્ચે ટાઈ થઇ હતી આ બંનેને સરખા અંક મળ્યા હતા.

Image Source

ટાઈ બ્રેકર રાઉન્ડમાં દરેક પ્ર્તીયોગીને જ્યારે પ્રશ્ન પુછવમાં આવ્યો ત્યારે જ્જને ઐશ્વર્યા કરતા પણ વધારે સુસ્મિતાનાં જવાબ સારા લાગ્યા હતા અને તેને મિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

Image Source

સુસ્મિતાએ જ એ કે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જયારે તેને ખબર પડી કે ઐશ્વર્યા રાય આ સ્પર્ધામાં ભાગ લઇ રહી છે ત્યારે તે પોતાનું નામ પાછું લેવા જઈ રહી હતી.

Image Source

સુસ્મિતાનાં મિસ ઇન્ડિયા છોડવાના નિર્ણય ઉપર તેની માતા ખુબ જ દુઃખી થઇ હતી, અને તેમના કહેવા ઉપર જ સુસ્મિતાએ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો, અને છેલ્લે તે મિસ યુનિવર્સ બનીને પાછી ફરી હતી.

Image Source

સુસ્મિતાએ જ જણાવ્યું હતું કે એ સમયે ઐશ્વર્યાનો જલવો એવો હતો કે તેના કારણે જ 25 છોકરીઓએ મિસ ઇન્ડિયા સ્પર્ધામાંથી પોતાનું નામ પાછું લઇ લીધું હતું.