ન્યુયોર્કમાં રસ્તા પર ફરતા ફેન્સ સાથે ટકરાયા ઐશ્વર્યા અને અભિષેક, ખૂબ લીધી સેલ્ફી

0

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં પોતાની દીકરી આરાધ્યા સાથે ન્યુયોર્કમાં વેકેશન મનાવી રહયા છે. આ બંને લાંબા સમયથી દીકરી સાથે ન્યુયોર્કમાં એન્જોય કરી રહયા છે, ત્યારે હાલમાં જ ન્યુયોર્કના રસ્તાઓ પર ફરતા-ફરતા તેમને તેમના ચાહકો મળી ગયા. તેમના ચાહકોએ બંને સાથે તસ્વીર લેવાની ઈચ્છા વ્યક્ત કરી તો અભિષેક અને ઐશ્વર્યાએ પણ પોતાના ચાકોને નિરાશ કર્યા વિના સેલ્ફી લીધી.

અભિષેક અને ઐશ્વર્યાની પોતાના ચાહકો સાથે ન્યુયોર્કના રસ્તાઓ પર સેલ્ફી લેતી તસ્વીર વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં બંનેને કેઝ્યુઅલ ડ્રેસમાં જોઇ શકાય છે. આ તસ્વીર એક ફેન ક્લબમાં શેર કરવામાં આવી છે.

આ સેલ્ફીમાં જોઈ શકાય છે કે ઐશ્વર્યાએ જાતે ફેન સાથે સેલ્ફી લીધી છે. ચાહક સાથે અભિષેક અને ઐશ્વર્યાની તસવીરો સામે આવી છે જેમાં બંને કાળા કલરના ગોગલ્સ ચડાવેલા જોવા મળે છે. ત્યારે સૌથી આગળ ઐશ્વર્યા ઉભી રહીને સેલ્ફી લેતી નજરે ચડે છે. જોકે આ તસ્વીરોમાં આરાધ્યા બચ્ચન જોવા મળી નથી.

થોડા દિવસો પહેલા પણ ન્યુયોર્કમાં ઐશ્વર્યા અને અભિષેક પોતાની ભાણેજ નાવ્યા નવેલીને મળવા પહોંચ્યા હતા, ત્યાંની તસવીરો પણ સામે આવી હતી. આ તસ્વીર નાવ્યાએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યા સાથે તે જોવા મળી હતી.

 

View this post on Instagram

 

#famjam spam this with likes ♥️ . . . . . . . . . . . . . . . #navyananda #navyanavelinanda #aishwaryarai #bachchan

A post shared by Navya Naveli Nanda (@naavyananda) on

આ સિવાય એ સમયની તસવીરો પણ સામે આવી હતી, જયારે અભિષેક અને ઐશ્વર્યા ન્યુયોર્કમાં ઋષિ કપૂરને મળવા પહોંચ્યા હતા. આ તસ્વીર નીતુ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં ઋષિ કપૂર, નીતુ, રણબીર, આલિયા, રિદ્ધિમા, આરાધ્યા અને કપૂર પરિવારના બીજા સભ્યો પણ હતા.

 

View this post on Instagram

 

Your family is your whole world ❤️ so so many LOVES in these beautiful moments 🙏🤗🥰

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

ફિલ્મોની વાત કરીએ તો ઐશ્વર્યા મણિરત્નમની ફિલ્મમાં જોવા મળશે, જે નેગેટિવ પાત્ર હશે. જયારે અભિષેક બચ્ચન થોડા સમય પહેલા જ રિલીઝ થયેલી અનુરાગ કશ્યપની ફિલ્મ મનમરઝીયામાં જોવા મળ્યા હતા. અને હાલ તેઓ પોતાના એક ડિજિટલ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here