ફિલ્મી દુનિયા

ઐશ્વર્યા અને આરાધ્યાને હોસ્પિટલમાંથી રજા આપતા ભાવુક થયા અમિતાભ, કહ્યું: “રોકી ના શક્યો આંસુ….”

કોરોના વાયરસનો કહેર આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. ત્યારે આપણા દેશમાં પણ હવે લાખોની સંખ્યામાં સંક્રમિત લોકો સામે આવી રહ્યા છે. પરંતુ આ દેશને આ વાયરસથી ઝટકો ત્યારે લાગ્યો જયારે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા, તેમની સાથે તેમનો દીકરો અભિષેક અને તેની પત્ની ઐશ્વર્યા અને દીકરી આરાધ્યા પણ પોઝિટિવ આવતા તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

Image Source

ગઈકાલે ઐશ્વર્યા અને તેની દીકરી આરાધ્યાનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો અને તે નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ વાતની જાણકારી આભિષેક બચ્ચને ટ્વીટ કરીને આપી હતી.

ઐશ્વર્યા અને આરાધ્યાનો ટેસ્ટ નેગેટિવ આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ અમિતાભ પણ ભાવુક થયા હતા, અને તમને પણ એક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ પોસ્ટની અંદર તેમને ભાવુક સંદેશ લખતા કહ્યું હતું કે: “મારી નાની દીકરી અને બહુરાનીને હોસ્પિટલમાંથી મુક્તિ મળવા ઉપર હું રોકી ના શક્યો મારા આંસુઓને, પ્રભુ તારી કૃપા અપાર.”

અમિતાભ અને અભિષેક હજુ હોસ્પિટલમાં જ છે, તેમનો ઈલાજ હજુ નાણાવટી હોસ્પિટલની અંદર ચાલી રહ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.