જીવનશૈલી મનોરંજન

મુંબઈમાં છે ઐશ્વર્યા-અભિષેક બચ્ચનનું 21 કરોડ રૂપિયાંનું આલીશાન ઘર, જુઓ તસ્વીરો

બોલીવુડના ધનિક ખાનદાનની વાત કરવામાં આવે તો બચ્ચન પરિવારનું નામ તેમાં ચોક્કસ આવે છે. આ પરિવારના મુખિયા અમિતાભ બચ્ચન અને જયાં બચ્ચને પોતાના પરિવારને ખુબ સુંદરતાથી સંભાળ્યું છે. હવે તેની આગળની પેઢી એટલે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય પણ તેની આ પ્રતિષ્ઠાને યથાવત રાખવામાં લાગેલા છે.

Image Source

જણાવી દઈએ કે બચ્ચન પરિવાર ભારતના સૌથી ધનવાન પરિવારમાંના એક છે. બચ્ચન પરિવારમાં 4 સુપરસ્ટાર્સ છે. અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાયને આજે પણ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ટૉપ 10 ની લિસ્ટમાં રાખવામાં આવે છે.

Image Source

બૉલીવુડ ફિલ્મોમાં બંન્નેની ખુબ જ ડિમાન્ડ છે. લગભગ 2 વર્ષ પહેલા તો એ પણ ખબર સામે આવી હતી કે ઐશ્વર્યા રાયે પોતાની ફી વધારી દીધી છે અને હવે તે એક ફિલ્મ માટેના 10 કરોડ રૂપિયા ચાર્જ લેશે.

રિપોર્ટના આધારે ઐશ્વર્યા રાયની નેટવર્થ 258 કરોડ રૂપિયા છે. જ્યારે અભિષેક બચ્ચનની નેટવર્થ 200 કરોડ રૂપિયા છે. ઐશ-અભિના જ્યારે લગ્ન થયા ત્યારે તેઓ મુંબઈ સ્થિત પોતાના ઘર ‘જલસા’માં રહેતા હતા. જો કે બંન્નેની પાસે મુંબઈમાં જ 21 કરોડ રૂપિયાનું એક આલીશાન ઘર પણ છે.

Image Source

ઐશ-અભિનું આ ઘર મુંબઈમાં સનટેક રિયાલીટીમાં છે જેને સનટેકની ઈન-હાઉસ ટિમ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું છે. એવામાં આજે અમે તમને તેઓના અળસિહણ ઘરની તસ્વીરો દેખાડીશું.

Image Source

ઐશ-અભીનું આ ઘર કોઈ જન્નતથી ઓછું નથી. અહીં બંન્નેની દીકરી આરાધ્યા બચ્ચન માટે અલગથી કિડ રૂમ બનાવવામાં આવેલો છે.

Image Source

આ સિવાય ઐશ્વર્યા દુબઈના Sanctuary Falls માં સ્થિત Jumeirah Golf Estates માં એક વિલાની માલિક પણ છે. આ વિલા ફૂલ ફર્નિસ્ડ છે જે 5600 સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે જેની કિંમત 303 મિલિયન રૂપિયાથી 708 મિલિયન રૂપિયા સુધી આંકવામાં આવી છે.

Image Source

આ સિવાય તેઓની પાસે મુંબઈ સ્થિત Skylark Towers ના 37 માં ફ્લોર પર પણ ફ્લેટ છે. આ જ બિલ્ડીંગમાં 7000 સ્કવેર ફૂટ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ સોનમ કપૂરે પણ ખરીદેલો છે. એવામાં સોનમ અને ઐશ્વર્યા એકબીજાના પાડોશીઓ છે. સોનમના આ ઘરની કિંમત 35 કરોડ રૂપિયા છે.

Image Source

તસ્વીરોને જોઈને એ અંદાજો લગાવી શકાય છે કે તે કેટલું ખાસ અને ટેક્નિકી સુવિધાઓથી ભરપૂર છે. ઐશ-અભી પરિવાર સાથે આલીશાન ઘરમાં જલસાથી રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.