બોલીવુડની સૌથી ખુબસુરત એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનની બૉલીવુડમાં જ છે ચાર હમશકલ, આવો જાણીએ એ વિષે
આપણને જોઈને ઘણીવાર લાગે છે કે, આનો ચહેરોતો ક્યાંક જોયો હોય તેવો લાગે છે. ઘણી વાર તો આપણે ભૂલી પણ જાય છે અને તે વ્યક્તિ સાથે વાતચીત પણ કરવા લાગીએ છીએ. આવું થવું એ સ્વાભાવિક વાત છે. વૈજ્ઞાનિકો પણ સાબિત કરી ચુક્યા છે કે, એક જેવા 7 માણસો હોય છે.

તેના કદકાઠીથી લઈને, ચહેરાના એક્સપ્રેશન, અને ફેસ કટ બધું એક જેવું જ લાગે છે. બોલીવુડમાં ઘણી એવી એક્ટ્રેસ છે જેની હમશકલ હોલીવુડમાં છે. બોલીવુડની સૌથી ખુબસુરત એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનની બોલીવુડમાં જ 3 હમશકલ છે. આવો જાણીએ તેના વિષે.
1.મિષ્ટી ચક્રવર્તી

સુભાષ ઘાઈની ફિલ્મ ‘કાંચી’થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી મિષ્ટીને જયારે પહેલી વાર સિલ્વર સ્કિન પર જોઈ ત્યારે જ લોકોએ તેને ઐશ્વર્યા રાય બચ્ચન કહેવાનું શરૂ કરી દીધું હતું. મિષ્ટી પુરી રીતે તો ઐશ્વર્યા જેવી દેખાતી ના હતી. પરંતુ તેના ફેસ કટમાં જોવામાં આવે તો તરત જ ઐશ્વર્યા રાયની યાદ આવી જતી હતી.
2.મહાલઘા જબેરી

ઇન્ટરનેટ પર 2017માં હંગામો મચી જવા પામ્યો હતો. બધાને લાગી રહ્યું હતું કે, ઐશ્વર્યા રાયને કોઈ જુડવા બહેન છે. પરંતુ એવું કંઈ ના હતું. ઇન્ટરનેટ પર પાર્શિયન મોડલ મહાલઘા જબેરીની તસ્વીર વાયરલ થઇ રહી છે.

મહાલઘાની તસ્વીર જોઈને બધા જ કહી રહ્યા હતા કે, બ્યુટી કવિન ઐશ્વર્યા રાય બચ્ચન જેવી જ નજરે આવી રહી છે. મહાલઘાનના હાવભાવથી લઈને બોડી બધું જ ઐશ્વર્યા રાય જેવું જ છે. મહાલઘાને કોઈ પણ સાઈડથી જુઓ તો પહેલી નજરમાં તે ઐશ્વર્યા રાય બચ્ચન જેવી જ લાગશે.
3.સ્નેહા ઉલ્લાલ

હાલ ઐશ્વર્યા રાય બચ્ચનની લાઈફ બરાબર ચાલે છે. એક સમયે તે સલમાન સાથેના અફેરને લઈને ચર્ચામાં આવી હતી. આ વચ્ચે થોડા સમય પહેલા બોલીવુડમાં હંગામો મચી જવા પામ્યો હતો કે, ઐશ્વર્યા રાય બચ્ચન જેવી દેખાનારી એક્ટ્રેસએ બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. આ એક્ટ્રેસ હતી સ્નેહા ઉલ્લાલ. સ્નેહાને આ ઇન્ડટ્રીઝમાં લાવનાર હતો સલમાન ખાન.

ફિલ્મ લકી: નો ટાઈમ ફોર લવ’માં સલમાનએ તેને લોન્ચ કરી હતી. સ્નેહા સલમાનની બહેન અર્પિતાની મિત્ર હતી. ઐશ્વર્યા રાય જેવી દેખાવવાને કારણે સલમાન તેને આ ઈન્ડસ્ટ્રીઝમાં લાવ્યો હતો. પરંતુ તે લાંબા સમય સુધી જોવા મળી ના હતી.