એરપોર્ટ પર દિગ્ગજ નેતાની દીકરી સાથે બદ્તમીઝી, CISF જવાનો પર લગાવ્યો આરોપ, જુઓ શું શું કહ્યું

દિલ્લી એરપોર્ટ પર તપાસ દરમિયાન અભિનેત્રી આયશા શર્માએ સુરક્ષા એજન્સીઓ પર બદસલૂકી કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે એક બાદ એક ટ્વીટ કરી પૂરી કહાની જણાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Aisha (@aishasharma25)

આયશા શર્મા ફ્લાઇટ એરવેજની ઉડાન માટે દિલ્લી એરપોર્ટ પહોંચી હતી. આરોપ છે કે, તપાાસ દરમિયાન બેગથી ઇલેકટ્રિક સામગ્રી નીકાળવા દરમિયાન સુરક્ષા કર્મીઓએ તેની સાથે ચર્ચા કરી.

 

View this post on Instagram

 

A post shared by Aisha (@aishasharma25)

સુરક્ષા કર્મીઓએ બેગથી સામાન બહાર નીકાળવા કહ્યુ અને બીજીવાર તપાસ કરી. આરોપ છે કે, અડધા ડઝન કરતાા પણ વધારે સુરક્ષા કર્મીઓએ તેનો ફૂડ કોર્ટ સુધી પીછો કર્યો અને અપશબ્દ પણ કહ્યા. તેણે તેના પર નારાજગી જતાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Aisha (@aishasharma25)

અભિનેત્રીના ટ્વીટ કરતા જ યુઝર્સે પ્રતિક્રિયા આપવાની શરૂ કરી દીધી છે. કેટલાકે ટ્વીટ કરી અભિનેત્રીનું સમર્થન કર્યુ હતુ. આયશા શર્માની બહેન નેહા શર્મા પણ અભિનેત્રી છે. આયશા શર્મા મૂળ રૂપે બિહારના ભાગલપુરની રહેવાસી છે.

 

View this post on Instagram

 

A post shared by Aisha (@aishasharma25)

જો કે, તેનું બાળપણ માતા-પિતા સાથે દિલ્લીમાં વીત્યુ છે. અભિનેત્રીના ટ્વીટનો જવાબ આપતા એરપોર્ટ પ્રશાસને કહ્યુ કે, તમને જે અસુવિધા થઇ તેના માટે અમને ખેદ છે. તમે પૂરી ઘટના મેસેજ કરો જેના અનુસાર અમે તમારી સારી રીતે મદદ કરી શકીએ.

બોલિવૂડની ઘણી એવી અભિનેત્રીઓ છે જેમનો પરિવાર બોલિવૂડ સાથે સંબંધિત નથી પરંતુ તેમનો પરિવાર અન્ય ક્ષેત્રોમાં મશહૂર હોય છે. આ અભિનેત્રી અલગ-અલગ રાજ્યોમાંથી આવી અને બી-ટાઉનમાં પોતાનો જાદુ ફેલાવ્યો હતો. આવી જ એક અભિનેત્રી છે આયશા શર્મા. આયશા શર્મા રાજકીય પરિવારમાંથી આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Aisha (@aishasharma25)

અભિનેત્રી નેહા શર્માની બહેન આયશા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આયશાએ જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ‘સત્યમેવ જયતે’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ પહેલા આયશા શર્મા આયુષ્માન ખુરાનાના આલ્બમ સોંગ ‘એક વારી હા કહેદે’માં જોવા મળી હતી. આ દિવસોમાં અભિનેત્રી ઘણા બોલ્ડ ફોટોશૂટ કરાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Aisha (@aishasharma25)

આયશા શર્મા બિહારના કોંગ્રેસ નેતા અને ભાગલપુરના ધારાસભ્ય અજિત શર્માની પુત્રી છે. અજીત શર્મા બિહારના જાણીતા નેતા છે અને અત્યારે તેઓ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા પણ છે. તમને જણાવી દઈએ કે આયશા કથક ડાન્સર છે. જણાવી દઈએ કે આયશા 2016માં કિંગફિશર કેલેન્ડર ગર્લ રહી ચૂકી છે.

Shah Jina