આઇશા કેસમાં મોટો ઘટસ્ફોટ: આઇશાના પતિના હતા અન્ય યુવતિ સાથે સંબંધ, આઇશા રૂમમાં હતી ત્યારે તેની સામે…

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પહેલા વીડિયો બનાવી પતિને પ્રેમનો ઇઝહાર કરી અને પછી નદીમાં કૂદી મોતને વહાલુ કરનાર આઇશાનો કેસ તો તમને યાદ જ હશે… તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. હવે આ મામલે આઇશાના પિતાએ કહ્યુ છે કે, ભલે તેમની દીકરીએ જતા પહેલા શબ્દોથી ભલે તેના પતિને માફ કર્યો હોય પરંતુ તે તેને માફ નહિ કરે અને તેને ફાંસીની સજા અપાવીને જ રહેશે.


અમદાવાદના વટવાની યુવતિએ પતિના શારીર માનસિક ત્રાસના કારણે આપઘાત કર્યો છે. યુવતીએ અમદાવાદ રિવરફ્રન્ટ પર આપઘાત પહેલા એક વીડિયો બનાવી તેના પતિને મોકલી આપ્યો હતો, જેથી તેના પતિએ પોતાના બચાવને લઈ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

આ વીડિયો અને આઈશાની તેના પિતા સાથેની અંતિમ વાતચીતના આધારે પોલીસે આરોપી આરીફ સામે દુષ્પેરણાની ફરિયાદ નોંધી કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

આઇશા કેસમાં ફરી એક ઘટસ્ફોટ થયો છે. આઇશાનો કેસ વકીલે ઘટસ્ફોટ કર્યો છે કે, આઇશાના પતિ આરીફના રાજસ્થાનની એક યુવતી સાથે પ્રેમસંબંધને કારણે આઇશા તણાવમાં રહેતી હતી. આ તણાવમાં તેણે આ પગલું ભર્યું હતું.

લગ્નના થોડા જ સમયમાં આરિફની આ હકિકત આઇશાની સામે આવી ગઇ હતી પરંતુ પિતાની ઇજ્જતને કારણે આઇશાએ સહન કર્યું હતું. આરીફ આઇશાની સામે જ અન્ય યુવતી સાથે વીડિયો કોલ પર વાતો કરતો હતો. પોતાની પ્રમિકાને કારણે આરીફ આઇશાને અનેક વાર તેના પિતાના ઘરે મૂકી ગયો હતો. આમ, આઇશાના આપઘાત માટે પતિના લગ્નેત્તર સંબંધો હોવાનો દાવો તેના વકીલ દ્વારા કરાયો છે.

આઇશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા. વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માંગી ઝઘડો કરી આઇશાને પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સમાજના લોકો ભેગા કરી સમાધાન કરી તેને પાછી સાસરે વળાવી હતી. ફરીથી વર્ષ 2019માં આઇશાને તેના સાસરિયાઓ પિયરમાં મૂકી જતા આઇશા તેના માતા પિતા સાથે રહેતી હતી.

Image Source

અમદાવાદના રીલીફ રોડ ખાતે આઈશાના પરિવારે એક પત્રકાર પરિષદ કરી હતી. આ પત્રકાર પરિષદમાં ઘણા એવા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં તેના પિતાએ આરીફ અને તેના પરિવાર પર આઈશાને માર મારવાનો આરોપ લગાડ્યો છે.

તેના પિતાએ જણાવ્યું છે કે, આઈશા જયારે ગર્ભવતી હતી ત્યારે તેના સસરા અને તેના પતિએ તેને માર મર્યો હતો જેથી તેની પ્રેગનેન્સી મિસ થઈ હતી. ત્યારે તેઓ આઈશાને અમદાવાદ મુકી ગયા હતા. ત્યાર બાદ થોડાક દિવસો બાદ તેઓએ ફોન પર પાંચ લાખ રુપિયાની માંગણી કરી હતી જેથી હમારા પાસે આટલા પૈસા ન હોવાથી દોઢ લાખ રુપિયા આપ્યા હતા.

બાદમાં જમાઈ આરીફ આઇશાના ઘરે આવ્યો અને દહેજ માંગી દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો. બાદમાં ફરી આઇશાને તેડી જઈ પાછી તેને પિયરમાં મૂકી જતા આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. આ પછી આઇશા બેંકમાં મ્યૂચ્યુલ ફંડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી.

અગાઉની ફરિયાદને લઈને આઇશાને પરત લઈ જવા આસિફ મનાઈ કરતો હતો અને ત્રાસ આપતો હતો. વારંવાર આઇશાને વટવામાં નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરતો હતો. મિડિયા અહેવાલ પ્રમાણે આરિફ તેને માર મારતો હતો તે પણ સામે આવ્યુ છે.

મીડિયા અહેવાલ અનુસાર પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી હતી અને આખરે ગણતરીના કલાકોમાં આયશાના પતિ આરીફ ખાનની ધરપકડ કરાઈ છે. આરોપી આરીફ ખાન પાલીમાં છુપાયો હતો અને ત્યાંથી તેની પોલિસે ધરપકડ કરી હતી.

Shah Jina