આઈશા આપઘાત કેસમાં હવે નવો ખુલાસો થયો છે. આઈશાએ આપઘાત પહેલા તેના પતિ આરીફ સાથે વાત કરી હતી. આરીફ તેને વારંવાર ફરિયાદ પાછી લેવાનું કહેતો હતો અને તેથી જ તે તેને લઈ જવાની મનાઈ કરતો રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આઇશા આત્મહત્યા કેસમાં મૃતક આઇશાના પિતાએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ વ્યકત કરી. જેમાં આઇશાના પિતાએ ન્યાયની માંગ સાથે કરી છે. આઇશાના પિતાએ તેના સાસરિયાવાળા પર માર મારવાનો પણ આક્ષેપ કર્યો છે.

આઇશાએ આપઘાત પહેલા અંતિમ વિડીયો બનાવ્યો હતો અને બાદમાં સાબરમતી નદીમા ઝંપલાવ્યુ હતું. અઢી વર્ષના લગ્ન જીવનમા પતિના માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ અંતિમ પગલુ ભર્યુ.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરીફ અગાઉ આઇશાને પિયરમાં મૂકી ગયો ત્યારે સગર્ભાવસ્થામાં હતી. આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરીફ માર મારતો હોવાની પણ હકીકત દર્શાવી છે. પિયરમાં આવ્યા બાદ આઇશા ટેન્શનમાં હોવાથી આઇશા એક હોસ્પિટલમાં બતાવવા ગઈ હતી અને બાદમાં ક્રિયટન કરાવ્યું હતું. અગાઉની ફરિયાદને લઈને આઇશાને પરત લઈ જવા આસિફ મનાઈ કરતો હતો અને ત્રાસ આપતો હતો. વારંવાર આઇશાને વટવામાં નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરતો હતો. મિડિયા અહેવાલ પ્રમાણે આરિફ તેને માર મારતો હતો તે પણ સામે આવ્યુ છે.
આઇશાના પતિ આરીફના કોઇ અન્ય યુવતી સાથે સંબંધ હોવાની વાત આઇશાના પરિવારે કરી. આઇશાની સાસુ અને નણંદ સામે પણ આક્ષેપો કર્યા હતા.