અભિનેતા અભિષેક બચ્ચનએ હંમેશાથી એ સ્વીકાર કર્યું છે કે તેના ઘરની બૉસ તેની માં જયા બચ્ચન રહી છે. રિપોર્ટના આધારે આ જ કારણ છે કે જયાં બચ્ચનને ઐશ્વર્યા રાયની સખ્ત અને કઠોર સાસુના સ્વરૂપે જાણવામાં આવે છે. આજે ઐશ્વર્યા રાય પતિ અને પરિવાર સાથે ખુબ ખુશ છે પણ જણાવી દઈએ કે એક સમયે બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય નહિ પણ અભિનેત્રી રાની મુખર્જી બનવાની હતી.

રાની મુખર્જી આજે એટલે કે 21 માર્ચના રોજ 42 વર્ષની થઇ ચુકી છે. તેનો જન્મ વર્ષ 1978 ના રોજ મુંબઈમાં થયો હતો. રાનીના જન્મદિસવના મૌકા પર આજે અમે તમને જણાવીશું કે આખરે એવું તે શું થયું કે જયાં બચ્ચન અને અભિષેક બચ્ચનને રાની મુખર્જી પસંદ હોવા છતાં તેની વહુ ઐશ્વર્યા રાય બની ગઈ.

અભિષેક અને રાની મુખર્જીએ ઘણી ફિલ્મોમાં એકસાથે કામ કર્યું છે. બંન્નેની ફિલ્મ ‘યુવા અને ‘બંટી ઔર બબલી’ સુપરહિટ સાબિત થઇ હતી. બંન્નેની જોડી ખુબ પસંદ કરવામાં આવતી હતી અને જયાંને પણ રાની મુખર્જી ખુબ જ પસંદ હતી.

ફિલ્મ યુવા રીલીઝ થયા પછી અભિષેક અને રાનીની જોડીને ઑનસ્ક્રીનની સૌથી બેસ્ટ જોડીઓમાંની એક માનવામાં આવવા લાગી હતી.

ફિલ્મ ‘લાગા ચુનરી મેં દાગ’ પછી તેઓના પ્રશ્નલની સાથે સાથે પ્રોફેશનલ જીવનમાં પણ બદલાવ આવવા લાગ્યો. ફિલ્મે વ્યવસાઇક રૂપે સારી સાબિત થઇ ન હતી અને અભિષેક અને રાનીને એક કપલના સ્વરૂપે પણ આગળ વધવા ન દીધું.

શરૂઆતથી જ જયાં બચ્ચને અભિષેક અને રાની મુખર્જી માટે મંજૂરી આપી દીધી હતી કેમ એ રાની જયાંની જેમ જ બંગાળી હતી. પણ રાની અને અભિષેકની ફિલ્મ લાગા ચુનરી મેં દાગ ના દરમિયાન સેટ પર જ જયાં બચ્ચન અને રાની વચ્ચે બોલાચાલી થઈ ગઈ જેની અસર અભિષેક અને રાનીના સંબંધ પર પડી.
જયારે બોલીવુડના સફળ કપલની વાત કરવામાં આવે ત્યારે એક્ટર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયનું નામ સૌથી પહેલા આવે છે. અભિષેક અને ઐશ્વર્યાએ 2007માં લગ્ન કર્યા હતા. બન્નેને એક પુત્રી પણ છે આરાધ્યા બચ્ચન. લગ્ન 12 વર્ષ બાદ પણ ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે એક બાબતને લઈને ઝઘડો થાય છે.
હાલમાં જ ઐશ્વર્યા ફિલ્મફેરના ઇન્ટરવ્યૂમાં તેના અને અભિષેકના ઝઘડાનો ખુલાસો કર્યો હતો. જયારે ઐશ્વર્યાને ઈન્ટરવ્યું દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે, તેને અને અભિષેકને કઈ વાત પર સૌથી વધુ ઝઘડો થાય છે. આ સવાલ સાંભળીને પહેલા તો હસવા લાગે છે બાદમાં જવાબ આપે છે કે, મને લાગે છે કે ઝઘડો અને ચર્ચા બન્ને વચ્ચે બહુજ પાતળી લાઈન છે. અમે બન્ને બધી વાત પર ચર્ચા કરીએ છીએ.
વધુમાં ઐશ્વર્યાએ કહ્યું હતું કે, અમે બન્ને 12 વર્ષ પહેલા લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. લગ્ન પહેલા અમે ઘણા વર્ષો સુધી એકબીજાને જાણતા હતા અને સારા મિત્રો હતા. અમે હંમેશા બહુજ વાતો કરી છે, આજે પણ એવી ઘણી વાત છે જેના પર લાંબી ચર્ચા ચાલે છે.
એવું કહેવાય છે કે પ્રેમ ઉંમર, જાતપાત નથી જોતો, જયારે થઇ જાય છે ત્યારે થઇ જાય છે. ન પ્રેમમાં પડવાની કોઈ ઉંમર હોય છે કે ન તો પ્રેમ કરવા માટે બીજી વ્યક્તિની ઉંમર દેખાય છે. એવા ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા જ હશે કે જેમાં એકબીજાને પ્રેમ કરતા લોકો વચ્ચે ઉંમરનો ઘણો મોટો તફાવત હોય છે, કે યુવક કરતા યુવતીની ઉંમર વધારે હોય છે. તેમ છતાં તેઓ એકબીજાને પ્રેમ કરતા રહે છે અને આજીવન એકબીજાનો સાથ નિભાવવાનું વચન પણ પૂરું કરતા હોય છે.

ત્યારે આવા જ એક બોલીવૂડના કપલ વિશે વાત કરીએ કે જેમાં ઉંમરનો તફાવત હોવા છતાં સારો પ્રેમ છે. અહીં વાત કરી રહયા છીએ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વિશે. અભિષેક બચ્ચન કરતા ઐશ્વર્યા રાય બચ્ચન 3 વર્ષ મોટી છે છતાં તેની સાથે લગ્ન કર્યા.

ઐશ્વર્યા રાયે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તેમની રોકા સેરેમની અચાનક જ થઇ ગઈ હતી. એ પણ એવા સમયે કે એને ખબર પણ ન હતી કે રોકા સેરેમની હોય છે.

તો બીજી તરફ એક ઇન્ટરવ્યૂમાં અભિષેક બચ્ચને ખુલાસો કર્યો હતો કે આખરે તેને પોતાના કરતા ત્રણ વર્ષ મોટી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કેમ કર્યા? સૌથી મોટી વાત તો એ છે કે તેમના લગ્નનું કારણ ઐશ્વર્યાની સુંદરતા ન હતી કે ન એ મોટી અભિનેત્રી છે એ કારણ હતું.

અભિષેક બચ્ચને જાતે જ એક ઇન્ટરવ્યૂ દરમ્યાન ઐશ્વર્યા સાથે લગ્નનું કારણ જણાવ્યું હતું. અભિષેકે કહ્યું હતું કે મેં ઐશ્વર્યા સાથે લગ્ન માટે એટલા માટે જ કર્યા કે એ એક સારી વ્યક્તિ છે.

એ કારણે નહિ કે એ એક સફળ અભિનેત્રી છે કે ભારતીય સિનેમાનો આંતરરાષ્ટ્રીય ચહેરો છે. એ ચહેરો કે રાતે મેકઅપ વિના દેખાય છે, મેં એ જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે.
વધુમાં ઐશ્વર્યાએ કહ્યું હતું કે, જયારે અભિષેકે તેને પ્રપોઝ કર્યું હતું તે બહુજ ખુબસુરત વાત હતી પરંતુ આ બધું બહુ જ જલ્દી થઇ ગયું હતું. તે વખતે અમે ગુરુના પ્રમોશનમાં ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં હતા. અભિષેકે હોલીવૂડ ફિલ્મના હીરોની જેમ ગોઠણિયા ભેર બેસીને એક ફાઇવસ્ટાર હોટેલની બાલ્કનીમાં પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ અમે જ્યારે લગ્ન કરવાનો નિર્ણય લીધો ત્યારે બધું બહુ જલદીમાં થઈ ગયું હતું. આ ઉતાવળના કારણે અમે લગ્નની કેટલીક વિધિઓને સમજી પણ નહોતા શક્યા.
ઐશ્વર્યાએ આ કહ્યું હતું કે, “લગ્નના દિવસ સુધી મને ખબર ના હતી કે, રોકા કોને કહેવાય. તેણી એક સાઉથ ઇન્ડિયન કુટુંબમાંથી આવે છે તેણીને ખબર ના હતી કે રોકા શું હોય છે. અને લગ્નને લઈને આવી વાત જાણતી ના હોવાનો તેણીને આજે લગ્નના બાર વર્ષ બાદ પણ વસવસો છે
જયારે-જયારે ઐશ્વર્યાને પોતાના લગ્ન દરમિયાનની આ વાત યાદ આવી જાય છે ત્યારે તેણીને મનમાં એક પ્રકારનો અફસોસ રહી જાય છે. અને આ જ મુદ્દાને લઈને તેની અને અભિષેક વચ્ચે દલીલો થાય છે.
જણાવી દઈએ કે, ઐશ્વર્યા અને અભિષેક બન્નેના પ્રેમપ્રકરણ ફિલ્મી સિતારાઓ સાથે ચાલ્યા હતા. છેવટે અમિતાભ બચ્ચને ઐશ્વર્યા અને અભિષેકના લગ્નની જાહેરાત કરવામાં આવી હતી. તેમના લગ્ન ખુબ જ ઉતાવળમાં કરવામાં આવ્યા હતા. અભિષેકના કોઈક ગ્રહ દોષના કારણે ઐશ્વર્યાના લગ્ન પહેલાં કોઈ ઝાડ સાથે કરાવવામાં આવતા મિડિયામાં હોહાકાર મચી જવા પામ્યો હતો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.