ખબર

તમે પણ એરપોર્ટ ઉપર જવાના હોય તો આ ખાસ વાંચી લેજો, જો આ ભૂલ કરી તો થઇ શકે છે 1,000નો દંડ

એરપોર્ટ પર ચુપચાપ આ નિયમને ફોલો કરજો નહિ તો 1,000નો દંડ

કોરોના વાયરસ અને તેની સાવચેતીને લઈને સરકાર દ્વારા ઘણા નિયમો બનવવામાં આવે છે, જેના કારણે લોકો કોરોનાની ગંભીરતા સમજે અને કડકાઈથી નિયમોનું પાલન કરે, આ માટે નિયમોનું પાલન ના કરતા લોકો માટે કેટલાક દંડ પણ વસુલવામાં આવે છે.

Image Source

ત્યારે હાલ મળતી માહિતી પ્રમાણે મુંબઈ એરપોર્ટ દ્વારા કોવિડ -19ના પ્રટોકોલનું ઉલ્લઘન કરવા વાળા યાત્રીઓ ઉપર એક એપ્રિલથી જ દંડ લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા મહારાષ્ટ્ર અને કેટલાક અન્ય રાજ્યોમાં કોરોના વાયરસ સંક્ર્મણના વધતા મામલાને જોતા આ બાબતે ચેતવણી જાહેર કરી છે.

Image Source

છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા પોતાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડીજીસીએના નિર્દેશાનુસાર એક એરપોલથી કોવિડ-19 પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા વાળા યાત્રીઓ ઉપર 1000 રૂપિયાનો દંડ લગાવવામાં આવશે.

Image Source

પોતાના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ યાત્રી કોવિડ સુરક્ષા નિયમો અંતર્ગત મોઢા અને નાકને ઢાંકવા વાળા માસ્ક નહિ પહેરે અને સામાજિક દુરી ગાઈલાઈનનું અનુપાલન નહીં કરે તો તેના ઉપર 1000 રૂપિયાનો દંડ લગાવવામાં આવશે.