એરપોર્ટ પર 3 મહિલાઓએ એવી જગ્યાએ સંતાડ્યું હતું સોનુ કે અધિકારીઓ જોઈને જ ચોંકી ઉઠ્યા

આપણા દેશમાં સોનાની તસ્કરી થવાના કિસ્સાઓ સતત સામે આવતા રહે છે, ત્યારે હાલમાં જ મુંબઈ એપોર્ટ ઉપરથી ત્રણ મહિલાઓને સોનાની તસ્કરી કરતા ઝડપી લેવામાં આવી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા મુંબઈ એરપોર્ટ ઉપર સોનાની તસ્કરી કરવા હેઠળ ત્રણ મહિલાઓની ધરપકડ કરી ચેહ. સ્કેનિંગ દરમિયાન મહિલાઓના પેટમાંથી 50 લાખથી પણ વધારેનું સોનુ મળ્યું.

પકડાયેલી આ ત્રણ મહિલાઓ કેનિયન મહિલાઓહતી અને તેમના ગુપ્તાંગમાંથી આશરે એક કિલો સોનું મળી આવ્યું છે.આ મહિલાઓ દાણચોરીથી સોનું લાવી રહી છે એવી બાતમી મળતા તેમને મુંબઈ એરપોર્ટ ટર્મિનલ 2 પર રોકવામાં આવ્યા હતા. ત્રણેય મહિલાઓની તબીબી તપાસમાં બહાર આવ્યું હતું કે તેમણે યોનિમાર્ગ અને ગુદામાર્ગની અંદર કશુંક છુપાવેલું છે.

ડોકટરોની દેખરેખ હેઠળ ત્રણેય મહિલાઓ પાસેથી કુલ 937.78 ગ્રામ સોનું ગુપ્તાંગમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. કુલ 13 પેકેટ હતાં જેમાં કુલ 17 સોનાના ટુકડા હતા. આરોપીઓએ કંડોમની અંદર સોનું મૂકીને તે ગુપ્તાંગમાં છુપાવ્યું હતું. સોનાના ટુકડા લગભગ 20 ગ્રામથી લઈને લગભગ 100 ગ્રામ સુધીના હતા.

પકડાયેલી મહિલાઓની ઓળખ 61 વર્ષીય મહેમૂદ ખુરેશા અલી, 43 વર્ષીય અબ્દુલ્લાહી અબ્દિયા અદાન અને 45 વર્ષીય અલી સાદિયા આલો તરીકે કરવામાં આવી છે. એનસીબી ડ્રગ્સ કેસ હાથ ધરતી હોવાથી આ કેસ વધુ તપાસ માટે કસ્ટમ્સને સોંપી દેવામાં આવ્યો હતો.

Niraj Patel