ફિલ્મોની અંદર આપણે ઘણા હેરાન કરી દેનારા સીન જોતા હોઇએ છીએ, પરંતુ આપણે એવું વિચારીએ કે આ ફક્ત ફિલ્મોમાં જ થાય જ્યાં કોઈ મોટી દુર્ઘટના થાય અને કોઈ હીરો આવી અને લોકોના જીવ બચાવે.

પરંતુ આવી જ એક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં હવાની અંદર ઉડતા પ્લેનની અંદર આગ લાગેલી જોવા મળે છે અને પાયલટ પોતાની સૂઝ બુઝ દ્વારા પ્લેનમાં સવાર 241 લોકોનો જીવ એક હીરોની માફક બચાવે છે.

આ ઘટના બની છે અમેરિકામાં. ત્યાંના ડેનવર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર શનિવારે મોડી રાત્રે યુનાઇટેડ એરલાઇન્સનું એક વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું, પરંતુ લેન્ડ થતા પહેલા જે નજારો સામે આવ્યો તે જોઈને લોકોની આંખો પણ પહોળી રહી ગઈ. જેને જોઈને દરેક કોઈ ડરી ગયું હતું.

આ ઘટનામાં એવું બન્યું કે વિમાનની જમણી તરફ આવેલ એન્જીન ખરાબ થઇ ગયું અને તેની અંદર ભીષણ આગ લાગી ગઈ. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેની અંદર જોવા મળી રહ્યું છે કે હવાની અંદર જ આકાશમાં વિમાનના એન્જીનમાં આગ લાગી જાય છે અને તેના ટુકડા પણ જમીન ઉપર નીચે પડવા લાગે છે, આ જોઈને દરેક કોઈ ડરી પણ જાય છે કારણ કે જો આગ વિમાનની અંદર પ્રવેશી જાય તો પ્લેન ક્રેશ થવાનો પણ ખતરો બનેલો રહે છે.

મળતી માહિતી પ્રમાણે આ પ્લેન યુનાઇટેડ એરલાઈન્સનું હતું અને તેની અંદર 231 યાત્રીઓ અને 10 ક્રુ મેમ્બર્સ હતા. આ પ્લેને હોનાલુલુ માટે ઉડાન ભરી હતી. ત્યારે જ એન્જીનમાં કોઈ ખરાબી આવી ગઈ. સારી વાત એ હતી કે તેની અંદર કોઈને ઇજા નથી પહોંચી.
Getting reports that a plane flying over @broomfield had engine trouble and dropped debris in several neighborhoods around 1:08 pm. No injuries reported at this time. Plane did not land in Broomfield. Media staging area TBD. pic.twitter.com/Oc02vUWFdn
— Broomfield Police (@BroomfieldPD) February 20, 2021
સળગતા એંજીનમાંથી તેનો કાટમાળ દૂર દૂર સુધી જઈને પડી રહ્યો હતો. હાલમાં શોધકર્તાઓ એ તપાસ કરવામાં લાગી ગયા છે કે એન્જીનમાં આગ કેવી રીતે લાગી અને કેવી રીતે તે ખરાબ થયું. વિમાનમાં બેઠેલા લોકોનું કહેવું છે કે તેમને દરેક ક્ષણે લાગી રહ્યું હતું કે તે મોતને ભેટશે. જુઓ તમે પણ આ ઘટનાનો વીડિયો
video from on-board United #UA328 which suffered an engine failure after take-off from #Denver en-route to #Honolulu they landed safely 👍
Video by : @michaelagiulia pic.twitter.com/0Mt72W1KGs— Aviationdaily✈️الطيران يوميآ (@Aviationdailyy) February 21, 2021