વડોદરામાં ખુલી ગયું આ ખુબ જ અદ્ભૂત રેસ્ટોરન્ટ, જોતા જ એવું લાગશે કે એરોપ્લેનની સફર માણતા માણતા ભોજનિયાં લઈ રહ્યા છીએ

ગુજરાત ખાણીપીણી માટે ખુબ જ જાણીતું છે, ગુજરાતીઓ ખાવાની બાબતમાં ખુબ જ આગળ હોય છે, ત્યારે ગુજરાતની અંદર દરેક સ્વાદના અલગ અલગ રેસ્ટોરન્ટ પણ જોવા મળી જશે, દુનિયાનું કોઈપણ ફૂડ ગુજરાતની અંદર ખુબ જ સરળતાથી મળી રહેતું હોય છે. ત્યારે હાલમાં જ ખાણીપીણીના રસિયાઓ માટે ખુબ જ સારા સમાચાર પણ આવી રહ્યા છે.

ઘણા લોકોનું સપનું વિમાનમાં સફર કરવાનું હોય છે, અને ઘણા લોકો વિમાનમાં સફર કરતા કરતા ભાવતા ભોજનિયાં આરોગવા પણ માંગતા હોય છે, પરંતુ આ ખુબ જ ખર્ચાળ હોવાના કારણે ઘણા લોકો માટે શક્ય નથી બની શકતું, ત્યારે હવે જે લોકો આ અનુભવને ઓછા ખર્ચમાં માણવા માંગતા હોય તેમના માટે ખુશ ખબરી આવી ગઈ છે.

લોકોને આકર્ષવા માટે ગુજરાતની અંદર સૌપ્રથમવાર એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બની છે. આ રેસ્ટોરન્ટ વડોદરામાં ખોલાવમાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે સમગ્ર વિશ્વની અંદર 8 એવા શહેરો છે જ્યાં આવા એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ આવેલા છે. જો ભારતની વાત કરીએ તો અહીંયા જાબના લુધિયાણા, હરિયાણા અને ઉત્તરાખંડમાં આવી એરક્રાફ્ટની રેસ્ટોરન્ટ છે.  ત્યારે ગુજરાતને સૌ પ્રથમવાર આ નવલું નજરાણું મળ્યું છે

ખાસ વાત તો એ છે કે આ રેસ્ટોરન્ટમાં પ્લેનમાં જે જે સુવિધાઓ હોય છે તે બધી જ સુવિધાઓ મળશે, જેમ પ્લેનમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે તે પ્રકારે જ એનાઉસમેન્ટ કરવામાં આવશે. પ્લેન ટેક ઓફ થાય તેવા સાઉન્ડ સાથે વાઇબ્રેશનની અનુભૂતિ વચ્ચે આ હાઇફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં વડોદરાવાસીઓ ભોજનનો આસ્વાદ માણી શકશે.

વડોદરા શહેર નજીક તરસાલી બાયપાસ પર વિશ્વની નવમી અને ભારતમાં ચોથી અને ગુજરાતની પ્રથમ હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટનો શુભારંભ થયો છે. વિશ્વમાં માત્ર આવી નવ જ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ આવેલી છે. 1.40 કરોડના ખર્ચે એરબસ 320 નામનું સ્ક્રેપ એરક્રાફ્ટ ખરીદી લીધું હતું. એના એક એક પાર્ટ્સ લાવી અહીં એને રેસ્ટોરેન્ટનો લુક આપવામાં આવ્યો છે, જેથી હાલ આની કિંમત અંદાજે 2 કરોડ સુધીની છે.

આ રેસ્ટોરન્ટની અંદર 102 વ્યક્તિઓ એક સાથે બેસી અને ભાવતા ભોજનિયાનો આનંદ માણી શકશે. આ હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં પંજાબી, ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ, ઈટાલિયન, મેક્સિકન અને થાઈ ફૂડની મજા પરિવાર સાથે માણી શકાશે. હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ હાઇવે બાયપાસ રોડ પર આવેલી હોવાને કારણે મોડી રાત્રિ સુધી ભોજનનો સ્વાદ માણી શકાશે.

Niraj Patel