અમદાવાદમાં ફાઇનલ મેચ જોવા આવનારના થશે લહેરી લાલા, એરફોર્સ દ્વારા ખાસ એર શોનું આયોન, સેલેબ્સ પણ કરશે પર્ફોમન્સ, જુઓ તૈયારીનો દિલધડક વીડિયો
Air show before the final match in Ahmedabad : ક્રિકેટના મહાસંગ્રામનો અંત હવે નજીક છે, વિશ્વ વિજેતા કોણ છે તે હવે 19 નવેમ્બરના રોજ નક્કી થઇ જવાનું છે. વર્લ્ડકપની ફાઇનલ મેચ બે દિગ્ગજ ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાવવાની છે. ત્યારે દરેક લોકોની નજર ભારતીય ટીમ પર ટકેલી છે. કારણ કે ભારત આ વર્લ્ડકપની 10 મેચમાંથી એક પણ મેચ હાર્યું નથી. ત્યારે આ વર્ષે દેશવાસીઓ પણ ભારત વિશ્વ વિજેતા બનશે તેવી પ્રાર્થનાઓ પણ કરી રહ્યા છે.
એરફોર્સ દ્વારા ખાસ એર શો :
આ વર્લ્ડકપની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવવાની છે. ભારતીય ટીમ ગઈકાલે જ અમદાવાદ પહોંચી ગઈ હતી. ત્યારે આ મેચમાં ઘણા મોટા મોટા સેલેબ્સ પણ આવવાના છે. સાથે જ પીએમ નરેન્દ્ર મોદી પણ આ મેચ જોવા માટે હાજર રહેશે તેવી વાત પણ સામે આવી છે. પરંતુ આ બધા સિવાય એરફોર્સ દ્વારા પણ ફાઇનલ મેચ પહેલા એક એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. મેચની શરૂઆત પહેલાં એરફોર્સની સુર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આકાશી કરતબો બતાવવામાં આવશે.
ટિકિટના પૈસા થશે વસુલ :
ત્યારે આ કરતબ બતાવતા પહેલા એરફોર્સના ફાઈટર જેટ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. જેના દૃશ્યો જોઈને લોકોમાં પણ ભારે કુતુહલ સર્જાયું હતું. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં વિશ્વની 2 સૌથી મોટી ટિમો આમને સામને હશે અને 1 લાખ કરતા પણ વધારે લોકો જ્યારે આ મેચમાં ચોગ્ગા છગ્ગાનો આનંદ માણવા માટે એકઠા થયા હશે ત્યારે તેમને એરફોર્સ દ્વારા હવાઈ કરતબ જોવાનો પણ સુવર્ણ મોકો મળવાનો છે.
ચાર ખાસ વિમાન દ્વારા યોજાશે એર શો :
એરફોર્સની સૂર્યકિરણ ટીમ દ્વારા આ વિશેષ એર શો ચાર ખાસ વિમાન દ્વારા યોજવામાં આવશે. જેના ભાગ રૂપે આજે સ્ટેડિયમમાં રિહર્સલ પણ જોવા મળ્યું હતું. આ એર શો ઉપરાંત વર્લ્ડકપના સમાપન સમારોહ હોવાના કારણે કેટલાક સેલેબ્સ દ્વારા પણ ખાસ પર્ફોમન્સ આપવામાં આવશે. ત્યારે તંત્ર દ્વારા પણ આ મોટી મેચને લઈને ખાસ આયોજનો પણ કરવામાં આવ્યા છે અને મોટાભાગની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
View this post on Instagram