કોવિડ 19ની મહામારીના લીધે ફોરેન ફસાયેલા ભારતીયોને પરત લાવવા ચાલી રહેલા વંદે ભારત મિશન અંતર્ગત આ પ્લેન અહીં આવ્યું હતું. આ ઇન્સિડેન્ટમાં એક પાયલટ અને 2 પેસેન્જરના મૃત્યુના અહેવાલ મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પી. વિજયન સાથે આ દુર્ઘટના અંગે વાત કરી હતી. મુખ્યમંત્રીએ વડાપ્રધાનને અત્યારે ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન અંગે માહિતગાર કર્યા હતા.
Pained by the plane accident in Kozhikode. My thoughts are with those who lost their loved ones. May the injured recover at the earliest. Spoke to Kerala CM @vijayanpinarayi Ji regarding the situation. Authorities are at the spot, providing all assistance to the affected.
— Narendra Modi (@narendramodi) August 7, 2020
ભારતના કેરળના કોઝિકોડ એરપોર્ટ પર આજે 8 સાંજે વાગ્યા આસપાસ મોટી દુર્ઘટના થઇ હતી. દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ વખતે ફસડાઇ ગયું હતું. આ પ્લેનમાં ક્રૂ સહિત 191 મુસાફરો હતા. તેમાં 128 પુરુષ, 46 મહિલા, 10 નવજાત બાળકો અને 7 ક્રૂ મેમ્બર્સ (બે પાયલટ અને 5 કેબિન ક્રૂ) સામેલ હતા. કેન્દ્રીય મિનિસ્ટર વી. મુરલીધરનના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં પ્લેનના બન્ને પાયલટનું મૃત્યુ થયું છે. 35 જેટલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.
PM Narendra Modi spoke to Kerala CM Pinarayi Vijayan on phone about Karipur plane crash. CM informed PM that a team of officials including Kozhikode & Malappuram District Collectors & IG Ashok Yadav have arrived at the airport & participating in the rescue operation: Kerala CMO pic.twitter.com/hAMuR0R9Rz
— ANI (@ANI) August 7, 2020
ઍર ઈન્ડિયાની ફ્લાઇટ અનહોની મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કેરલના CM સાથે ફોન પર વાત કરી. કેરલના મુખ્યમંત્રી વિજયને દુર્ઘટના અને હાલ ચાલી રહેલ રેસ્ક્યુ ઑપરેશન ની ઇન્ફોર્મેશન આપી.
CISFના Director જનરલ રાજેશ રંજને કહ્યું કે, અમારી ટિમ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. ત્યારે દુર્ઘટના બાદ હેલ્પલાઇન નંબર (0565463903, 0543090572, 0543090572, 0543090575) પણ જાહેર કરવામાં આવ્યા છે.