લો બોલો.. ઘરમાં જ ગુંડા… હાથમાં લપેટીને શર્ટને કાંડાથી છુપાવ્યું 1.5 કિલો સોનુ, ગ્રીન ચેનલમાંથી તસ્કરી કરવાની ફિરાકમાં હતો પરંતુ પરિણામ વિચાર્યું નહોતું…

હાથમાં લપેટીને શર્ટને કાંડાથી છુપાવ્યું 1.5 કિલો સોનુ, ગ્રીન ચેનલમાંથી તસ્કરી કરવાની ફિરાકમાં હતો એર ઇન્ડિયાનો કેબીન ક્રૂ, પરંતુ પરિણામ વિચાર્યું નહોતું…

વિદેશોમાંથી દાણચોરીનો માલ લાવતા ઘણા લોકો એરપોર્ટ પર ઝડપાતા હોય છે. ઘણીવાર આવા લોકો સોનુ અને રોકડ રકમ લાવવા માટે એવા એવા પેતરા અપનાવતા હોય છે કે એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓ જયારે તેમને ઝડપી પાડતા હોય છે ત્યારે તેમના પણ હોશ ઉડી જતા હોય છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે.

કોચી એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતી વખતે એર ઈન્ડિયાના એક કેબિન ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ આપેલી માહિતી મુજબ બુધવારે કેબિન ક્રૂ મેમ્બર હાથમાં સોનું ચોંટાડીને લઈ જઈ રહ્યો હતો. ત્યારે જ કસ્ટમ વિભાગને તેની જાણ થઈ હતી. તેની તપાસ કરતાં તેની પાસેથી 1 કિલો 487 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આરોપી બહેરીન કોઝિકોડ કોચી સર્વિસનો કેબિન ક્રૂ મેમ્બર છે.

આરોપી કેબિન ક્રૂ વાયનાડનો રહેવાસી છે. તેનું નામ શફી છે. તેણે સોનાની દાણચોરી માટે અલગ રીત અપનાવી હતી. જો કે તેની હોશિયારી કામે લાગી ન હતી અને તે કસ્ટમ વિભાગના હાથે ઝડપાઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે આરોપીએ પોતાના હાથમાં સોનું લપેટીને શર્ટની સ્લીવમાં છુપાવી દીધું હતું. તે ગ્રીન ચેનલ દ્વારા બહાર નીકળવાની યોજના બનાવી રહ્યો હતો. દરમિયાન પકડાયો હતો. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ચેન્નાઈ કસ્ટમ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બુધવારે એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતા અન્ય બે મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. બંને મુસાફરો સિંગાપોરથી આવ્યા હતા. તેમની પાસેથી 3.32 કરોડની કિંમતનું 6.8 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે મુસાફરો AI-347 અને 6E-52 દ્વારા ચેન્નાઈ પહોંચ્યા હતા. તેને બાતમીદારો દ્વારા તેની જાણ થઈ હતી. આ પછી જ્યારે તેના સામાનની તપાસ કરવામાં આવી ત્યારે તેની પાસેથી સોનું મળી આવ્યું હતું અને તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેની તપાસ ચાલી રહી છે.

Niraj Patel