એર હૉસ્ટેસનું ભયંકર રીતે થયું મોત, હોસ્પિટલમાં તેની મદદ કરનાર ભાણિયાએ પણ કરી લીધો આપઘાત- જાણો વિગત

ICUમાં આ વસ્તુ ખાતા ખાતા એરહોસ્ટેસનું થયું મોત, પછી હોટલના રૂમમાંથી ફાંસીના ફંદે લટકતી મળી સંબંધીની લાશ, જાણો સમગ્ર મામલો

સોશિયલ મીડિયાની અંદર એક એર હોસ્ટેસ્ટ માટે ન્યાય મેળવવા માટે લોકો રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા છે. આ એરહોસ્ટેસનું સંદિગ્ધ રીતે મોત થયા બાદ લોકોમાં ગુસ્સો છે અને તેને ન્યાય મળે તેવી જનતા દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. હવે નાગાલેન્ડથી લઈને આસામ સુધી રોજી અને સૈમુઅલ સંગમાને ન્યાય અપાવવા માટે લોકોએ પ્રદર્શન ઉપર તેજ બનાવી દીધું છે.

ગો એરની એર હોસ્ટેસ રોજી સંગમાની મોતના એક દિવસ પહેલા જ સૈમુઅલ સંગમાની આત્મહત્યાનો મામલો ગરમાયો છે. તમને જણાવી દઈએ કે રોજી સંગમા સૈમુઅલ સંગમાની માસી હતી અને બંને એક સાથે જ દિલ્હીમાં રહેતા હતા. આ મામલાની અંદર મેઘાલયના એક સાંસદ દ્વારા ચિઠ્ઠી લખી અને ગૃહ મંત્રાલય પાસે તપાસની માંગણી પણ કરવામાં આવી છે.

વ્યવસાયે એર હોસ્ટેસ રોજી સંગમા નાગાલેન્ડના દીમાપુરમાં રહેવાવાળી હતી તે દિલ્હીના બૃજવાસન વિસ્તારમાં પોતાની બહેનના દીકરા સાથે રહેતી હતી. ઘટના 23 જુનની છે જયારે રોજી સંગમાને અચાનક હાથ અને પગમાં ખુબ જ દુખાવો થવા લાગ્યો અને તેના પ્રાઇવેટ પાર્ટમાંથી બ્લીડીંગ પણ થવા લાગ્યું.

જેના બાદ રોજી સંગમાના બહેનનો દીકરો સૈમુઅલ સંગમા પોતાની માસીને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો, હાલત વધારે ખરાબ થવા ઉપર ગુરુગ્રમની અલ્ફા હોસ્પિટલમાં દાખલ કરાવી. આ દરમિયાન સૈમુઅલે પોતાની માસીનો એક વીડિયો પણ બનાવ્યો અને તેમાં જણાવ્યું કે મારા માસીની તબિયતમાં સારો સુધાર થયો છે. જોકે આ દરમિયાન જ હોસ્પિટલના આઈસીયુમાં રોજીને કોઈએ આઈસ્ક્રીમ ખવડાવી દીધી અને થોડીવાર બાદ જ તેનું મોત થઇ ગયું.

સૈમુઅલે વીડિયોની અંદર જણાવ્યું હતું કે જયારે તેને હોસ્પિટલના વોર્ડમાં વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યો તો ત્યાંના ડોકટરોએ તેને માર માર્યો હતો અને હોસ્પિટલની બહાર પણ કાઢી મુક્યો હતો. રોજીના મોતના 24 કલાકની અંદર જ સૈમુઅલની લાશ હોટલમાં પોતાના રૂમની અંદર ફાંસીના ફંદે લટકતી મળી હતી. માસીના મોત બાદ હોસ્પિટલ પ્રસાશનના રવૈયા ઉપર સવાલ ઉઠાવતા સૈમુઅલે સોશિયલ મીડિયામાં એક મોહિમ શરૂ કરી દીધી હતી. જેને નોર્થ ઇસ્ટના લોકોનું ખુબ જ સમર્થન પણ મળ્યું હતું. લોકો રોજી સંગમાની મોત પર તપાસ કરવાની માંગણી કર્યા રહ્યા હતા.

દીકરાની આત્મહત્યાના દાવાને લઈને સૈમુઅલ સંગમાના પિતાએ કહ્યું કે તે આપઘાત કરી જ ના શકે, કારણ કે તેનામાં ખુબ જ હિંમત હતી અને તેના માસીને ન્યાય અપાવવા માટે લડવાની પણ વાત તેને કરી હતી. હવે લોકો પણ બંને માસી અને ભાણિયાને ન્યાય મળે તે માટેની માંગણી કરી રહ્યા છે.

Niraj Patel