ગાડીમાંથી સીધી જ પ્લેનમાં પહોંચીને ડાન્સ કરવા લાગી આ એરહોસ્ટેસ્ટ, સોશિયલ મીડિયામાં તેનો વીડિયો જીતી રહ્યો છે લોકોના દિલ, તમે પણ જુઓ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આજે કોઈના પણ ટેલેન્ટને બહાર લાવવાનું એક મોટું સાધન બની ગયું છે, રોજ બરોજ સોશિયલ મીડિયા ઉપર ઢગલાબંધ વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં નાનામાં નાની ઘટનાથી લઈને ડાન્સ અને કોમેડી પણ જોવા મળે છે. આ વીડિયોના કારણે લોકોનું મનોરંજન પણ થાય છે અને ઘણા લોકોને આ વીડિયો દ્વારા નામના પણ મળે છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક એરહોસ્ટેસ જોવા મળી રહી છે. તેનો આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે કારણ કે વીડિયોની અંદર એવી ઘટના બને છે જેમાં એરહોસ્ટેસ સીધી જ કારમાંથી ફલાઇટમાં પહોંચીને ડાન્સ કરવા લાગી જાય છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક એરહોસ્ટેસ કારમાં બેઠી છે, અને એવું લાગી રહ્યું છે કે તે કઈ વિચારી રહી છે. તેના વીડિયોના બેકગ્રાઉન્ડમાં “જખ માર કે” વાગી રહ્યું છે કારમાં બેઠા બેઠા જ તે લિપસિંગ પણ કરતી જોવા મળે છે, પરંતુ જેવી જ આ ગીતની આગળની લાઈન આવે છે તે સીધી જ પ્લેનમાં જોવા મળે છે અને સાથે ડાન્સ પણ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Uma meenakshi (@yamtha.uma)

વાયરલ વીડિયોમાં નજર આવી રહેલી એરહોસ્ટેસનું નામ ઉમા મીનાક્ષી છે. ઉમા સ્પાઇસજેટ પ્લેનમાં એરહોસ્ટેસ છે. ઉમા આ પહેલા લેજી લૈડ ઉપર ડાન્સ કરતા વીડિયો શેર કર્યો હતો, જે ખુબ જ વાયરલ પણ થયો હતો. હવે તેનો આ નવો વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel