એર હોસ્ટેસ માતાએ ફલાઇટમાં દીકરાનું ઉષ્માભેર કર્યું સ્વાગત, નજારો જોઈને ઇન્ટરનેટ યુઝર્સ પણ થયા ભાવુક, જુઓ વીડિયો

એક મા અને દીકરાનો પ્રેમ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ પ્રેમ માનવામાં આવે છે. ઇન્ટરનેટ ઉપર પણ મા અને દીકરાના પ્રેમને લઈને ઘણા બધા વીડિયો પણ સામે આવતા હોય છે અને ઘણા વીડિયો આપણને ભાવુક પણ કરી દેતા હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક એરહોસ્ટેસ મા અને દીકરાનું મિલન બતાવવામાં આવ્યું છે. આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સુંદર દેખાતો બાળક ફ્લાઈટમાં કેબિન ક્રૂને પોતાનો બોર્ડિંગ પાસ આપતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે જે એર હોસ્ટેસને બાળક બોર્ડિંગ પાસ આપી રહ્યો છે તે તેની માતા છે. ફ્લાઈટમાં માતા અને પુત્ર જે રીતે મળ્યા તે જોઈને દરેક જણ પ્રભાવિત છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર હેડલાઈન્સ બનાવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોશો કે તમામ મુસાફરો એક પછી એક ફ્લાઈટમાં ચઢી રહ્યા છે. પછી એક નાનું બાળક પણ ફ્લાઈટમાં એન્ટ્રી લે છે અને કેબિન ક્રૂને તેનો બોર્ડિંગ પાસ આપે છે. બાળકનું સ્વાગત કરનાર એર હોસ્ટેસ બીજું કોઈ નહીં પણ તેની માતા હતી. પોતાના બાળકને ફ્લાઈટમાં જોઈને માતાની ખુશીનો કોઈ પાર નથી.

 

View this post on Instagram

 

A post shared by V E E (@flygirl_trigirl)

એર હોસ્ટેસ અને તેના નાના બાળકનો વીડિયો ફ્લાયગર્લ_ટ્રિગર્લ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું હતું કે, “મને અત્યાર સુધીના સૌથી મોટા VIPમાં સવારી કરવાની મજા આવી અને દુબઇ માટે ઉડાન ભરી.” અત્યાર સુધી આ વીડિયોને હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. તો ઘણા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel