દારૂના નશામાં ધૂત એર હોસ્ટેસે મચાવી બબાલ, પોલિસને પણ ના છોડ્યા, જુઓ વીડિયો

આ ખૂબસુરત યુવતીઓ પોલીસ સાથે ખરાબ વર્તન કરવા લાગી, પોલીસનો મગજ ગયો અને જુઓ કેવી હાલત કરી

નશામાં ધૂત એર હોસ્ટેસે તેના મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં ખૂબ ઉત્પાત મચાવ્યો. યુવક-યુવતિઓ રેસ્ટોરન્ટમાં ખાઇ રહેલી ફેમીલી સાથે ઝઘડો કરવા લાગ્યા. ફેમીલી બીજા ટેબર પર ગઇ તો કમેન્ટ કરવા લાગ્યા. પરેશાન થઇ ફેમીલી બહાર નીકળી તો તેમની ગાડી પર દારૂની બોટલ ફેકી દીધી. આ મામલો જયપુરના સિંધીકૈંપ થાના વિસ્તારનો છે. રક્ષાબંધનની રાત્રે જયપુરના સિંધી કેમ્પ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત સ્ટેશન રોડ પર ચિકન ટેક્સી ઢાબામાં કેટલીક છોકરીઓ અને છોકરાઓએ એક છોકરી અને તેના પરિવાર સાથે મારપીટ કરી હતી. જે પણ તેને બચાવવા આવ્યું તેઓએ તેને માર માર્યો અને ગંભીર પરિણામોની ધમકી આપી.

બાદમાં ત્યાં ભીડ જોવા મળતા લોકોએ પોલીસને બોલાવી હતી. બે પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ હંગામો અટકવાનું નામ લેતો ન હતો. બાદમાં કાર ભરીને નજીકના પોલીસ સ્ટેશનની આખી પોલીસને પણ બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ તમામ છોકરા-છોકરીઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. નશામાં ધૂત એર હોસ્ટેસે તેના મિત્રો સાથે મળીને રેસ્ટોરન્ટમાં હંગામો મચાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, શ્રદ્ધા, તેના ભાઈ અને મિત્ર સાથે બુધવારે રાત્રે 11.30 વાગ્યે ટેક્સી ચિકન ઢાબા પર ખાવા માટે ગઈ હતી. રેસ્ટોરન્ટમાં બે યુવકો અને બે યુવતીઓ પણ આવ્યા હતા.

યુવક-યુવતીઓ નશામાં ધૂત હતા. રેસ્ટોરન્ટમાં આવતા જ તેઓ પરિવાર સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. જ્યારે રેસ્ટોરન્ટના કર્મચારીઓએ પરિવારને બીજા ટેબલ પર બેસાડ્યો તો તેઓએ કમેન્ટ કરવાનું શરૂ કર્યું. હતાશ થઈને પરિવાર બહાર આવ્યો અને કારમાં બેસવા લાગ્યો, પછી કાર પર બોટલ ફેંકી તેનો કાચ તોડી નાખ્યો. જ્યારે પરિવારે વિરોધ કર્યો તો તેઓએ માર મારવાનું શરૂ કર્યું. નશામાં ધૂત યુવકો અને યુવતિઓએ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો.

લગભગ અડધા કલાક સુધી યુવક-યુવતીઓ મોટા પરિવારના હોવાનું બહાનું કરીને પોલીસકર્મીઓને ધમકાવતા રહ્યા. આ દરમિયાન યુવકનો મોબાઈલ આંચકીને તોડી નાખ્યો હતો. આ ઘટના બાદ પોલીસફોર્સને બોલાવવામાં આવી અને બધાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. શાંતિભંગના આરોપમાં ધરપકડ કરી બધાને લોક-અપમાં ધકેલી દેવામાં આવ્યા. જણાવી દઇએ કે, આ યુવક-યુવતિઓમાં જયપુરનો કાર્તિક ચૌધરી, નેહા શર્મા, વિકાસ ખંડેલવાલ અને બિહારની રહેવાસી 26 વર્ષીય પ્રાચી સિંહ છે.

કાર્તિક એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કમ્પ્યુટર એન્જિનિયર છે. તેના પિતા હાઈકોર્ટમાં વકીલ છે. પ્રાચી સિંહની વાત કરીએ તો, તે એર હોસ્ટેસ છે. નેહા શર્મા જયપુરની એક ખાનગી બેંકમાં નોકરી કરે છે. પોલીસે ફરિયાદી પક્ષમાંથી પણ બે લોકોની ધરપકડ પણ કરી હતી. જો કે, ગુરુવારે સવારે બધાને જામીન મળી ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Shah Jina