“હું કર્મચારી છું, તમારી નોકર નથી !” ઈન્ડિગો ફ્લાઇટમાં પેસેન્જર અને એરહોસ્ટેસ વચ્ચે થઇ ગઈ માથાકૂટ, કોઈએ વીડિયો ઉતારીને કરી દીધો વાયરલ.. જુઓ

“એર હોસ્ટેસ પણ માણસ છે… તમારા નોકર નથી…!”, ઈન્ડિગો ફ્લાઇટમાં એર હોસ્ટેસ સાથે પેસેન્જરની માથાકૂટને લઈને સામે આવ્યા લોકોના પ્રતિભાવ, જુઓ વીડિયો

ફલાઈટમાં મુસાફરીનો આનંદ ઘણા લોકોએ માણ્યો હશે અને જેને નહિ માણ્યો હોય તેને સોશિયલ મીડિયામાં પણ ફલાઇટની મુસાફરીના વીડિયો પણ જોયા હશે. ફ્લાઈટમાં પ્રવેશતા પહેલા જ ફ્લાઇટનો સ્ટાફ તમારું હસીને અભિવાદન કરે છે, તમને સારી રીતે વેલકમ પણ કરે છે અને ફલાઇટના ઉડાન ભર્યા બાદ પણ ફ્લાઇટનો સ્ટાફ હંમેશા તમારી મદદ માટે તત્પર રહે છે. પેસેન્જર સાથે કેવી રીતે વર્તન કરવાનું તે તેમને તાલીમમાં જ શીખવવામાં આવે છે.

ત્યારે ફ્લાઈટમાં પસેન્જર સાથે ગેરવર્તણુક થવાના ઘણા ઝૂઝ કિસ્સાઓ જ સામે આવે છે. પરંતુ ઘણા પેસેન્જર એવા પણ હોય છે જે ફ્લાઇટના સ્ટાફને અને એરહોસ્ટેસને જાણી જોઈને પણ હેરાન કરતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક એરહોસ્ટેસ અને એક પેસેન્જર વચ્ચે થતી માથાકૂટ થતી જોવા મળી રહી છે. જેનો વીડિયો કોઈ પેસેન્જર દ્વારા ઉતારવામાં આવ્યો છે અને હાલ તે ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેબિન ક્રૂનો એક સભ્ય યાત્રીઓને ભોજન પીરસી રહ્યો હતો ત્યારે વિવાદ થયો હતો. ત્યારબાદ એર હોસ્ટેસે પેસેન્જરને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને તેને ક્રૂ સાથે નમ્રતાથી વાત કરવા વિનંતી કરી. પરંતુ પેસેન્જરે બૂમો પાડવાનું ચાલુ રાખ્યું અને એર હોસ્ટેસ પર બૂમો પાડી પડતા કહ્યું “ચૂપ રહો”. એર હોસ્ટેસે તે માણસને ઊંચા સ્વરમાં વાત ના કરવા અને ક્રૂ મેમ્બર સાથે સભ્યતાથી વર્તન કરવા કહ્યું. સાથે આવી વાત ન કરવા કહ્યું. એર હોસ્ટેસે કહ્યું તમે કેમ બૂમો પાડી રહ્યા છો. મુસાફરે જવાબ આપ્યો, “કારણ કે તમે અમારા પર બૂમો પાડી રહ્યા છો!”

દરમિયાન અન્ય એર હોસ્ટેસે મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એર હોસ્ટેસ અને પેસેન્જર વચ્ચે દલીલબાજી ચાલુ રહી હતી. તેણીએ કહ્યું, ‘ના, હું ખૂબ જ દિલગીર છું સાહેબ, પરંતુ તમે ક્રૂ સાથે આ રીતે વાત કરી શકતા નથી. હું તમને સંપૂર્ણ આદર સાથે શાંતિથી સાંભળું છું, પરંતુ તમારે ક્રૂનું પણ સન્માન કરવું પડશે. તમે મારી સાથે આ રીતે વાત ન કરી શકો. હું પણ અહીં એક કર્મચારી છું. જ્યારે પેસેન્જરે એર હોસ્ટેસને ‘નોકર’ કહ્યા ત્યારે મામલો વધુ વણસી ગયો. તેણે જવાબ આપ્યો, ‘હા, હું એક કર્મચારી છું. હું તમારી નોકર નથી.’

ટ્વિટર થ્રેડમાં અન્ય એક વિડિયો ઉમેરવામાં આવ્યો હતો જેમાં એક મહિલા મુસાફર કેબિન ક્રૂ પર લાંબી ઈન્ટરનેશનલ ફ્લાઈટ દરમિયાન ભોજન ન આપવા માટે બૂમો પાડતી જોવા મળે છે. કેબિન ક્રૂએ ખોરાક આપવાનો ઇનકાર કર્યો હતો અથવા તેઓને ભોજનની અછત હોવાથી બોલાચાલી શરૂ થઈ હતી કે કેમ તે સ્પષ્ટ નથી, પરંતુ આ ઘટના પર ઇન્ટરનેટની પ્રતિક્રિયા સ્પષ્ટ હતી.

જેટ એરવેઝના સીઈઓ સંજીવ કપૂરે પણ આ ચર્ચા પર પ્રતિક્રિયા આપી હતી. ઈન્ડિગોની એર હોસ્ટેસને ટેકો આપતાં તેમણે કહ્યું કે ક્રૂ મેમ્બર પણ માણસ છે. સંજીવ કપૂરે ટ્વીટ કર્યું કે મેં અગાઉ કહ્યું તેમ ક્રૂ મેમ્બર્સ પણ માણસો છે. વર્ષોથી મેં ક્રૂ મેમ્બર્સને થપ્પડ અને ગાળો ખાતા જોયા છે. લોકો તેમને નોકર કહે છે અને ક્યારેક તો તેનાથી પણ ખરાબ કહે છે. વીડિયો વાયરલ થતાની સાથે જ લોકોએ કમેન્ટ સેક્શનમાં કોઈપણ સંકોચ વિના પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.

Niraj Patel