મનોરંજન

મહાભારતમાં ભીષ્મ પિતામહની પાછળ કુલર હતું? આ જોઈને લોકોએ લીધી મજા, કુલરનું સત્ય છે કંઈક આવું

દેશમાં લોકડાઉનને કારણે દુરદર્શનના દર્શકો મનોરંજન 90ના દાયકાની રામાયણ અને મહાભારતને ફરીથી ટેલિકાસ્ટ કરવામાં આવે છે. બંને સિરિયલ શરૂ થતા જ દર્શકોએ તેના પર પ્રેમ વરસાવે છે.

મહાભારતના આ શોને જબરદસ્ત ટીઆરપી મળી રહી છે. આ વચ્ચે મહાભારતનો એક સીન સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ સમયે દર્શકોએ આ સીરિયલને બહુ જ બારીકાઇથી જોઈ છે. જેવી રીતે રામાયણે એક્ટર અસલમ ખાનના રોલને નોટિસ કર્યા હતા તો બીજી તરફ મહાભારતમાં પણ લોકોએ હવે ભીષ્મપિતામહને પણ નોટિસ કરવાનું ચાલુ કર્યું છે.

લોકોએ મહાભારતના ભીષ્મપિતામહની પાછળ એક કુલર રાખેલું નોટિસ કર્યું હતું. આ બાદ યુઝર્સે સોશિયલ મીડિયામાં મજા લેવાનું ચાલુ કરી દીધું હતું.

મહાભારતના આ સીનની લોકો મજ લઇ રહ્યા છે. અલગ-અલગ ડાયલોગ્સ સાથે આ સીનને જોડીને મિમસ વાયરલ થઇ રહ્યા છે. એક યુઝરે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ભીષ્મ પિતામહ પણ એર કુલરનો ઉપયોગ કરી રહ્યા હતા. ઓહ… ભાઈ મારો-મને મારો.

ઘણા લોકોએ મજા લેતા કહ્યું હતું કે, આ એક દિવ્ય કુલર છે. એક યુઝર્સે લખ્યું હતું કે, ભીષ્મ પિતામહ ગરમીથી કેમ મર્યા ? તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવી છે. લોકો પિલરને કુલર બતાવી રહ્યા છે.

આ વાત મહાભારતની સ્ટારકાસ્ટ અથવા ભીષ્મ પિતામહની ભૂમિકા નિભાવનારા મુકેશ ખન્ના દ્વારા વધુ સારી રીતે કહી શકાય. બીઆર ચોપરાની મહાભારત ફરી એક વાર કુલરને કારણે ચર્ચામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ડીડી ભારતી સિવાય ડીડી રેટ્રો પર પણ આ શો બતાવવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા યુઝર્સે આ સીનને લઈને ઘણા મિમસ બનાવી તો લીધા પરંતુ આ સીનન સચ્ચાઈ કંઈક અલગ જ છે. આ સીનમાં ભીષ્મપિતામહ બનેલા મુકેશ ખન્નાની પાછળ કુલર રાખવામા આવ્યું ના હતું. પરંતુ એક પિલર હતો. જે શૂટિંગ દરમિયાન બનાવવામાં આવ્યો હતો. જેની ડિઝાઇન કુલર જેવી જ હોય લોકો ધોખા ખાઈ ગયા હતા. મહાભારતના સીન જોઈને તમે ખુદ જ સમજી જશો કે, લોકો જોઈને ધોખો ખાઈ ગયા છે.