તમને પણ જો સતત એસીમાં રહેવાની છે આદત તો થઇ જાવ સાવધાન, આ લેખ તમારી માટે છે, ખાસ વાંચજો, શું થાય છે નુકશાન અને કેવી રીતે બચી શકશો?

0
Advertisement

આજનો જમાનો ઘણો જ બદલાઈ ગયો છે. અગવડોથી બચવા માટે માણસે ઘણી જ સગવડોની શોધ કરી લીધી છે. મોબાઈલ જેવી શોધ કરીને દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલા વ્યક્તિ સાથે વાત કરી શકે છે, ઇન્ટરનેટની શોધ દ્વારા એકબીજાને રૂબરૂ નિહાળી શકે છે, સ્માર્ટ ફોન દ્વારા આખી દુનિયા જાણે પોતાની આંગળીના ટેરવા ઉપર આવીને ઉભી રહી ગઈ હોય તેમ લાગે છે. પરંતુ આ સગવડો પણ ઘણી જ અગવડો આપે છે એ વાત પણ માણસ જાણતો જ હોય છે.

Image Source

ગરમીથી બચવા માટે લોકો હવે એસીનો ઉપયોગ કરતા થઇ ગયા છે. શહેરમાં જ નહિ હવે તો ગામડામાં પણ મોટાભાગના ઘરોમાં એસી લાગેલા જોવા મળશે. એસીથી ગરમીમાંથી તો છુટકારો મળી જાય છે પરંતુ શરીર માટે એ કેટલું યોગ્ય છે? એ જ વાત આજે અમે તમને જણાવવાના છીએ. આજે ગરમીની સમસ્યા પણ એટલી વધારે છે જેના કારણે એસીની જરૂર પડવી સ્વાભાવિક છે પરંતુ બીજી કેટલીક સાવચેતી રાખીને આપણે આવનાર મુસીબતોમાંથી ચોક્કસ બચી શકીશું.

Image Source

ચાલો જાણીએ એસીથી કેવા નુકશાન આવી શકે છે:

Image Source
  • જૂની બીમારી જન્મવાનો ખતરો:
    જો તમે ભવિષ્યમાં કોઈ ગંભીર બીમારી કે શરીરની કોઈ તકલીફથી પીડાતા હોય તો એસી તમારા માટે નુકશાનકારક બની શકે છે. કારણ કે એસીની અંદર બ્લડપ્રેશર અને આર્થરાઇટિસનાં લક્ષણો વધી જાય છે જેના કારણે તમને જૂનું દર્દ પાછું ઉભું થવાનો ખતરો રહે છે.

    Image Source
  • સ્વચ્છ હવા ના મેળવી:
    એસીને ચાલુ કરતા પહેલા જ આપણે ઘર કે ઓફિસના તમામ બારી બારણાંને બંધ કરી દેતા હોઈએ છીએ. જેના કારણે એક જ હવા રૂમની અંદર હરતી ફરતી રહે છે. અને એજ હવા વારંવાર આપણને મળતી રહે છે જેના કારણે આપણે સ્વચ્છ હવાથી વંચિત રહીએ છીએ. જેના કારણે શરીરનો વિકાસ થતો પણ અટકે છે. આ માટે થોડા થોડા સમય બહાર નીકળી અને સ્વચ્છ હવા લઇ શકો છો.

    Image Source
  • હાડકાની સમસ્યા:
    ઘણા લોકો ગરમીની અંદર રૂમ અથવા ઓફિસને એકદમ ઠંડી કરવા માટે રાખી દેતા હોય છે. પરંતુ આપણું શરીર એક હદ સુધી જ ઠંડક સહન કરી શકે છે ખાસ કરીને સુતા સમયે, આ સમયે આપણને એ પણ ખબર નથી પડતી કે એ ઠંડકની અસર આપણા હાડકા સુધી પહોંચી ગઈ છે જે સ્વાસ્થ્ય માટે ઘણું જ નુકશાનકારક છે. જે લાંબા સમયે હાડકાંની તકલીફ રૂપે બહાર આવે છે. માટે એસીનું તાપમાન જરૂરિયાત પ્રમાણે જ રાખવું.

    Image Source
  • ચહેરા ઉપર કરચલી આવી જવી:
    એસી કોઈપણ જગ્યાને ઠંડી કરવા માટે એ જગ્યાનું મૉઇસ્ચર શોષી લેતું હોય છે જેના કારણે લાંબા સમય સુધી એસીમાં રહેવાના કારણે શરીર નમી પણ તે શોષી લે છે. જેનાથી શરીરની અંદર પાણીની ખોટ વર્તાય છે. જેના કારણે ચહેરા ઉપર કરચલી દેખાવવા લાગે છે. શરીરમાં પાણીની ખોટ પાડવાના કારણે શરીરમાં ઘણી બીમારીઓ હાવી થવા જાય છે અને તેની સીધી અસરના કારણે ત્વચાના રોગો થવાનો ખતરો વધે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here