ખબર

કોરોનાએ લીધો મશહૂર ડોક્ટરનો જીવ,રાષ્ટ્રપતિથી લઈને ઘણી હસ્તીઓનો કર્યો હતો ઈલાજ

હાલ કોરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાના ઝપેટે હવે ડોકટરો અને કોરોના યૌદ્ધાઓ ઝપેટે ચડી ચુક્યા છે. કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થતો રહે છે.

Image Source

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)ના મેડિસિન વિભાગના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર જીતેન્દ્ર નાથ પાંડેયનું શુક્રવારે મોડી રાતે નિધન થયું છે. જીતેન્દ્રનાથને કોરોના વાયરસથી પીડીત હતા. તેના હલકા લક્ષણોને કારણે ઘરમાં જ તેનો ઈલાજ ચાલી થયો હતો. જીતેન્દ્રનાથની 75 વર્ષોય પત્ની કોરોનથી સંક્રમિત છે. જેનો એમ્સના ન્યુ પ્રાઇવેટ વોર્ડમાં ઈલાજ કચાલી રહ્યો હતો.

ડોક્ટર જીતેન્દ્ર નાથ પાંડેયેને ફિલ્મ એક્ટર રાજ કપૂર, પૂર્વ કેન્દ્રીય મંત્રી રંગરાજન સહીત ઘણા મશહૂર હસ્તીઓનો ઈલાજ કર્યો છે. જીતેન્દ્રનાથ ઘણા વર્ષોથી ભારતના રાષ્ટ્રપતિના ડોક્ટર રહ્યા છે. જીતેન્દ્રનાથના નિધન પર શનિવારે એમ્સના ડોકટરોએ શ્ર્દ્ધાજંલી પાઠવી હતી.

ડો.વિજય ગુર્જરે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા જ પાંડે કોરોનાને ચેપ લાગ્યો હતો. જો કે, ડોકટરોના જણાવ્યા મુજબ, ચેપ પર હળવા અસર જોવા મળી હતી. 78 વર્ષિય ડો. પાંડને સીતારામ ભારતીયા હોસ્પિટલમાં મુકાયા હતા. મેડિકલ ક્ષેત્રે 57 વર્ષનો અનુભવ ધરાવતા પાંડેને એઇમ્સના એમબીબીએસ અને એમડીનો અભ્યાસ કર્યા પછી સેવા શરૂ કરી હતી. અત્યાર સુધીમાં તેમના 170 સંશોધન પત્રો પ્રકાશિત થયા છે.

જણાવી દઈએ કે, રાજધાની દિલ્લીમાં 12910 મામલા સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 231 લોકોના મોત નિપજ્યા છે. તો 6267 લોકોએ બીમારીને મ્હાત આપી છે. તો 6412 લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..