આજે અમદાવાદમાં એઈમ્સના ડાયરેક્ટરે જે આવેલા એમને 1 દિવસ પહેલા કહ્યુ- આ મહિનામાં સૌથી વધારે કેસ નોંધાશે, લોકોમાં ફફડાટ

0

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. અમદાવાદમાં સ્થિતિ વણસી ગઈ છે. અમદાવાદમાં વધતા કેસને લઈને ગઈકાલે મોડી રાત્રે દિલ્હી એઇમ્સના ડો. રણદીપ ગુલેરિયા તથા તેમની ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. ડો. રણદીપ ગુલેરિયા તેમની ટીમ સાથે અમદાવાદના અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો, જયંતિ રવિ, ડો. એમ.એમ પ્રભાકર સહિત સીનિયર ડોક્ટરો સાથે મળીને સારવારની માહિતી મેળવી હતી. ડોક્ટર ગુલેરિયાની સાથે ડો. મનીષ સૂનેજા પણ આવ્યા છે.

Image source

આ ટીમે આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન એઇમ્સના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, અહીં હોસ્પિટલમાં સારી સારવાર આપવામાં આવી રહી છે. જે લોકોમાં લક્ષણ જણાય તો તેમણે ટેસ્ટ કરાવવો જોઈએ. જેથી પોતાની અને બીજાની જિંદગી બચાવી શકાય છે.

વધુમાં જણાવ્યું હતું કે, મોડો ટેસ્ટ કરાવવાથી મૃત્યુનું જાખમ વધી જાય છે. કોરોનાની તાત્કાલીક સારવાર કરવાથી મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે. આ સાથે જ અમદાવાદમાં વધતા મૃત્યુદરને લઈને કહ્યું હતું કે, અહીં લોકો મોડા દાખલ થવાથી મૃત્યુદર વધ્યો છે. મોટી ઉંમરના લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. હોસ્પિટલના ડોક્ટરો સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજીને માર્ગદર્શન પણ આપ્યું હતું. રાજ્યના સરકારી અને ખાનગી ડૉક્ટર સાથે પણ વાર્તાલાપ કર્યો હતો. કોરોના સંક્રમણ સામે લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સ ને પણ મળીને સઘળી વિગતો જાણી હતી.

Image source

આ મુલાકાત બાદ એઇમ્સના ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરીયાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણ સામે લડવામાં ગુજરાત સરકારે જે પ્રયાસો કર્યા છે તે સરાહનીય છે. રાજ્ય સરકારે કોરોનાનો મૃત્યુદર ઘટાડવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે.

કોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસરવા લોકોને અપીલ કરતા તેમણે ઉમેર્યું હતું કે લોકજાગૃતિ અને લોક સહકાર વિના આ જંગ જીતવી મુશ્કેલ છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ, લોક ડાઉનનો ચુસ્ત અમલ અને રક્ષણાત્મક પગલા અત્યંત જરૂરી છે એમ તેમણે ઉમેર્યું હતું.

દેશમાં સતત કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. દેશમાં કોરોનથી સંક્રમિત લોકોનો આંકડો 54 હજાર સુધી પહોંચવા આવ્યો છે. એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ એક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનથી સંક્રમિત લકો સૌથી વધુ જૂન મહિનામાં નોંધાશે. વધુમાં કહ્યું હતું લોકડાઉનનો ફાયદો મળ્યો હોય લોકડાઉનમાં બીજા દેશની સરખામણીમાં ભારતમાં ઓછા કેસ વધ્યા છે. હોસ્પિટલોએ પણ લોકડાઉનમાં પોતાની તૈયારી કરી લીધી છે. ડોક્ટરોને તાલીમ આપવામાં આવી છે. પીપીઈ કીટ, વેન્ટિલેટર અને જરૂરી મેડીકલ સાધનોની વ્યવસ્થા કરી છે. કોરોનાની તપાસ વધી છે. પહેલા દરરોજના 1થી 2 હજાર ટેસ્ટ થતા હતા. હવે 80થી 90 હજાર ટેસ્ટ થાય છે.

Image source

ગુલેરિયા વધુમાં કહ્યું હતું કે, જે રીતે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, કોરોનાના કેસ જૂનમાં પીક ઉપર હશે. ક્યા સુધી કોરોનાના કેસ વધશે? લાંબુ ચાલશે? તે અત્યારથી કંઈ કહી શકાય નહીં. પરંતુ એ વાત પાકી છે કે જૂનમાં કોરોના પર હશે, ત્યાર પછી કેસમાં ધીમે ધીમે ઘટાડો શરૂ થશે.

કોરોના જીરો કેસ કયારે થશે ? આ પર ડોકટરે કહ્યું હતું કે આ લાંબી લડાઈ છે લડાઈ છે એવું નથી કે, જયારે પીક પર આવીને ખતમ થઇ જાય. આપણા જિંદગી જીવવાની રીતને લાંબા સમય સુધી બદલશે.

Image source

નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. તેમાં મુખ્યમંત્રીએ એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાને અમદાવાદમાં કોરોનની વણસતી જતી સ્થિતિનું આકલન કરવા માટે વિનંતી કરી છે.

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 53,045થી વધારે કેસ નોંધાયા છે, જ્યારે 1,787 લોકોએ જીવ ગુમાવ્યા છે. 15,331 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. હાલ 35,927 એક્ટિવ કેસ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.