ખબર

ભારતમાં કોરોનાની તબાહીનો ખાતમો ક્યારે થશે? AIIMSના ડૉ ગુલેરિયાએ કરી ભવિષ્યવાણી

AIIMSના નિર્દેશક ડો.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, જે વિસ્તારમાં કોરોનાનો સંક્રમણ દર 10%થી વધુ હોય અને જયાં હોસ્પિટલોમાં 60%થી વધારે બેડ ભરાઇ ગયા હોય ત્યાં સખ્ત લોકડાઉન લગાવવું જોઇએ.

તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં કેસો ઘટી રહ્યાં છે જે સારી વાત છે. જુન-જુલાઈ પછી કોરોનાના કેસોમાં ધીરેધીરે ઘટાડો આવવાની સંભાવના છે. પરંતુ ત્યાં સુધી આપણે પ્રતિબંધો જાળવી રાખવા પડશે.

ગુલેરિયાએ કહ્યું હતું કે, ભારત એક વિશાળ દેશ હોવાથી ત્યાં જુદા જુદા સમયે જુદી જુદી જગ્યાએ કોરોના પીક આવશે. પશ્ચિમ ભારતમાં કોરોનાના કેસ એક સમયે વધવા બાદ હવે ઘણા ખરા ઘટવા લાગ્યા છે. મહારાષ્ટ્ર પર નજર કરવામાં આવે તો આંકડા જોઈને જ ખબર પડી જશે કે અહીં કોરોના પીક આવી ગયો છે.

દેશભરમાં 24 કલાકમાં 2 લાખથી વધારે કેસ આવ્યા છે. તેવામાં કોરોનાની સ્પીડને કેવી રીતે કાબુમાં લઈ શકાય તેને લઈને એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ 3 ખાસ સૂચનો કર્યા છે. તેમણે કહ્યું કે સરકારે કેન્ટોનમેન્ટ ઝોન બનાવવા પર ખાસ વાતનું ધ્યાન આપવું જોઈએ. આ ઉપરાંત રસીકરણની સ્પીડ વધારવી જોઈએ અને ભીડ પર કાબૂ મેળવવો જોઈએ

તમને જણાવી દઇએ કે, કોરોનાના વધતા કહેેરમાં હવે માત્ર વેક્સિનેશન જ એક ઉપાય છે ત્યારે આવામાં સીરમ દ્વારા કહેવામાં આવ્યું હ્તું કે જુલાઈ મહિના સુધી વેક્સીનની અછત રહેશે અને આટલી મોટી આબાદીને વેક્સીન આપવી કોઈ સરળ વાત નહીં રહે.